________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૧૯૩
પરમાગમસાર]
અરે જીવો! ઠરી જાઓઉપશમરસમાં ડૂબી જાઓ! એમ જાણે કે ભગવાનની પ્રતિમા ઉપદેશતી હોય! માટે સ્થાપના પણ પરમપૂજ્ય છે. ત્રણ લોકમાં શાશ્વત વીતરાગ મુદ્રિત જિનપ્રતિમા છે. જેમ લોક અનાદિ અકૃત્રિમ છે. લોકમાં સર્વજ્ઞ પણ અનાદિથી છે, તેમ લોકમાં સર્વજ્ઞની વીતરાગ પ્રતિમા પણ અનાદિથી અકૃત્રિમ શાશ્વત છે. જેણે આવા પ્રતિમાજીની સ્થાપનાને ઉડાડી છે તે ધર્મને સમજ્યા નથી. ધર્મી જીવને પણ ભગવાનના જિનબિંબ પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે. ૭૦૩.
સ્વભાવની સન્મુખતાની શાંતિ વડે કષાયની અગ્નિ બુઝાય છે. વર્ષમાં અગ્નિ ઠરી જાય છે, તેમ ભગવાને સ્વસમ્મુખી મોક્ષમાર્ગની વર્ષા કરી. તે જ સંસારનો દાવાનળ ઓલવવાનું સાધન છે. અંતર સ્વભાવની સન્મુખતા થતાં શાંતિરૂપી જળની વર્ષા વડે અનાદિના સંસાર દાવાનળનો નાશ થાય છે. ૭૦૪.
ઇષ્ટ-અનિષ્ટપણું જ્ઞાનમાં નથી તેમ જ શેયમાં પણ નથી. આ કસૂરી છે માટે ઇષ્ટ છે. આ વિષ્ટા છે માટે અનિષ્ટ એમ ઇષ્ટ-અનિષ્ટપણું કરવું તે જ્ઞાનનો સ્વભાવ નથી. તેમ જ શેયોનો પણ એવો સ્વભાવ નથી. ૭૦૫.
પ્રશ્ન – જ્ઞાન હેય ઉપાદેય કરે છે ને?
સમાધાનઃ- ચારિત્રની અપેક્ષાએ એ ઉપચાર આવે છે. જ્ઞાન તો માત્ર બધાને જાણે છે. પરને જાણવું એમ કહેવું તે વ્યવહાર છે. કારણ કે પરમાં તન્મય થયા વિના જાણે છે. ૭OS.
આત્મામાં ભેદજ્ઞાનપૂર્વક સ્વનું અવલંબન લઈને જે આત્માનો ધર્મ થાય તે અનુભવ પ્રકાશ છે. તે વખતે ચારિત્રગુણની મિશ્રદશા હોવાના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com