________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨ ]
[ પરમાગમસાર પ્રશ્ન:- રાગાદિ જીવના ભાવ છે અને પરભાવ સ્પર્શાદિક છે તો રાગાદિને પરભાવ કેમ કહો છો ?
ઉત્તર:- શુદ્ધ નિશ્ચયથી રાગાદિ જીવના નથી. કેમકે ત્રિકાળી શુદ્ધસ્વભાવમાં તાદાત્મ્યપણાની દષ્ટિએ વિકારનો અભાવ છે. વળી તે રાગાદિ આત્માના ગુણમાં તન્મય નથી. સ્વભાવમાં સંસાર તન્મય નથી. જો તન્મય હોય તો મોક્ષ થઈ શકે નહીં. સંસાર એક સમય માત્રનો પર્યાય છે. ઉત્પાદ-વ્યય પ્રત્યેક સમયે નવીન પર્યાય છે. અન્ય અન્ય ભાવ છે. રાગાદિ વિકારભાવ છે તે જીવની વર્તમાન પર્યાય છે. તે પર્યાયથી અન્ય નથી. પણ ત્રિકાળી સ્વભાવથી વિકા૨ પર્યાય તન્મય નથી માટે જુદી છે. તેથી પરભાવ કહેવાય છે. ૭૦૦.
*
આત્મા શુદ્ધ ચિદાનંદમૂર્તિ છે. તેની રુચિ કરીને અને રાગનીવ્યવહારની રુચિ છોડીને જે ક્ષણે આત્માના આનંદનો અનુભવ થાય તે નિશ્ચય રત્નત્રય છે. વચ્ચે શુભરાગ આવતાં ભગવાનની પ્રતિમાનું બહુમાન-ભક્તિ આવે છે કેમ કે સ્વસંવેદનરૂપ વીતરાગમુદ્રા દેખી પોતે પોતાના સ્વસંવેદનભાવરૂપ પોતાનું સ્વરૂપ વિચારે છે. મારો આત્મા રાગથી કે પરથી અનુભવમાં આવે તેવો નથી. પણ જ્ઞાનથી જ સ્વસંવેદનમાં આવે તેવો છે. એવા ભાન રહિત ભગવાનની વીતરાગમુદ્રા દેખીને પોતે તેનો વિચાર કરે છે. અહો ! આ સ્વસંવેદન વડે રાગ ટાળીને ભગવાન ચિબિંબ–જિનબિંબ અક્રિય વીતરાગ થયા. મારું સ્વરૂપ પણ તેવું જ ચિબિંબ–જિનબિંબ છે. ૭૦૧.
*
સ્વરૂપના ભાનપૂર્વક પ્રતિમામાં ભગવાનની યથાર્થ સ્થાપનાને જ્ઞાની જાણે છે. દેખો અરિહંતદેવની વીતરાગી મુદ્રા! ! તે પથ્થરમાંથી ઘડેલી હોવા છતાં પણ ખરેખર વીતરાગમાર્ગને દેખાડે છે. પણ કોને ? કે જેને અંતરમાં ભાન થયું તેને. અહો ! શાંતિ શાંતિ વીતરાગ મુદ્રા! ૭૦૨.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com