________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updafes
પરમાગમસાર]
[ ૧૯૧
ચિત્તના સંગ વિનાની જ્ઞાન ને આનંદની પરિણતિની આ વાત છે. દ્રવ્ય મનનો સંગ થઈને દયા-દાનાદિની વૃત્તિ ઊઠે તે બંધનું કારણ છે. આત્માનો સંગ બંધના અભાવનું કારણ છે. હું જ્ઞાનાનંદ છું એવા અંતર્સ્વભાવના સંગથી શુદ્ધોપયોગ થાય છે. દયા-દાનથી કે ભગવાનના સંગથી શુદ્ધોપયોગ થતો નથી. શુદ્ધોપયોગ સાધન છે ને તેનું કાર્ય ૫રમાત્મપણું છે. ત્રિકાળી દ્રવ્યના સંગે શુદ્ધોપયોગ થાય છે. દેવ-ગુરુશાસ્ત્રના સંગથી પણ શુદ્ધોપયોગ થતો નથી. ૬૯૫.
*
કેટલાક જીવો કહે છે કે, આ કાળમાં સ્વરૂપનો અનુભવ કઠણ છે. એમ કહેનારને રાગ-દ્વેષ સહેલા લાગે છે એટલે કે બહિરાત્મપણું સહેલું લાગે છે. પુણ્ય-પાપના પરિણામ કરી રખડવું સહેલું લાગે છે તે બહિરાત્માને સાધે છે. તેને બહારની રુચિ છે. તે અંતરનો પ્રેમ કરતો નથી. આવી રીતે સ્વરૂપ કઠણ માનનાર સ્વરૂપનો અનાદર કરે છે. ૬૯૬.
*
ધર્મ માટે ધનનો લોભ કરે, દેવ-ગુરુ-શાસ્ત્ર માટે સંકોચ કરે તો અનંતાનુબંધીનો લોભ છે. ૬૯૭.
*
સર્વજ્ઞ ૫રમાત્માએ કહેલા પદાર્થના સ્વરૂપ અનુસાર મુનિએ રચેલા શાસ્ત્રનું સમ્યપણે અવગાહન કરવું, સારી રીતે સમજણ કરવી તે સાધક છે. જેમ ઊંડા દરિયામાં અવગાહન કરે તો મોતી મળે છે તેમ શાસ્ત્રમાં સમ્યક્ પ્રકારે પ્રવેશ કરી જુએ તો આત્મામાં ભાવશ્રુત પ્રગટ થાય છે. ૬૯૮.
*
આત્મા વિકલ્પરહિત થઈને આત્માને ન પકડે તો તે શાસ્ત્રને સમજ્યો નથી. આગમ કહે છે કે, તારો આત્મા જ્ઞાનજ્યોત છે. આમ દ્રવ્યશ્રુતના અવગાહનમાં ભાવશ્રુતનું ફળ છે. ૬૯૯.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com