________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
| [ ૧૮૯ આત્માનો જાણવાનો સ્વભાવ એક પ્રકારે છે. પુણ્ય-પાપના વિકારો અનેક છે. કેમકે અનેક સંયોગોને અવલંબીને થયેલ છે. તે જાણવું-દેખવું એકરૂપ સ્વભાવને અવલંબીને થયેલ છે. માટે એક પ્રકારે છે. તેનો અનુભવ કરવો તે ધર્મ છે. ૬૮૬.
પ્રશ્ન:- આ ન સમજાય ત્યાં સુધી શું કરવું?
સમાધાનઃ- ન સમજાય ત્યાં સુધી આ સમજવાની મહેનત કરવી. સ્વભાવ શું, વિભાવ શું, કોના વલણથી લાભ કે નુકશાન થાય તેનો વિચાર કરવો, ઊંધો પ્રયત્ન કરે છે તે હવે સાચો પ્રયત્ન કરવો. શરીર અને વિકાર તરફ વલણ હતું તે ફેરવી નિત્યાનંદ સ્વભાવનું વલણ કરવું તે તારા હાથમાં છે. તારી અવસ્થાનો ધરનાર તું છો. ૬૮૭.
જ્ઞાનચેતના, કર્મચેતના ને કર્મફળચેતના જીવમાં હોય છે. પુણ્યપાપના ભાવ કર્મચેતના છે, ને હરખ-શોકના ભાવ કર્મફળચેતના છે, અને ચેતના એકાકારરૂપે ચેતે તે જ્ઞાનચેતના છે. તે ત્રણે પોતાની પર્યાયમાં થાય છે. જીવની ચેતના વિકારરૂપે પરિણમે છે, તે જડને લીધે નહિ. ચેતનાને સ્વભાવમાં વાળે તે ધર્મ છે ને વિકારમાં વાળે તે અધર્મ છે. ૬૮૮.
*
અત્યંતર આનંદકંદમાં રમતા હોય તે મુનિ હોય છે. જે આહાર પાણી દોષવાળા લેતાં હોય છે તે નિશ્ચય અગર વ્યવહારથી પણ મુનિ નથી. મુનિ માટે ખાસ ચીજો બનાવે ને મુનિ તે લે તો તે વ્યવહારથી પણ મુનિ નથી. વ્યવહારથી શુદ્ધિ નહિ હોવા છતાં મુનિ માને ને મનાવે તે મિથ્યાદષ્ટિ છે. એક રજકણ મારો નથી, પુણ્ય-પાપ મારા નથી. હું જ્ઞાયક છું, એવી દષ્ટિ થઈ છે તેને વિકલ્પ ઊઠે તો એકવાર નિર્દોષ આહાર લ્ય વગેરે ૨૮ મૂળ ગુણપાલનરૂપ વિરતિ વ્યવહાર પરિણતિ સાધક છે ને અંતરમાં ચારિત્રશક્તિ મુખ્ય થવી તે સાધ્ય છે. ૬૮૯.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com