________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮ ]
[ પરમાગમસાર
થયું છે, પુણ્ય-પાપના આધારે જ્ઞાન થતું નથી. ૬૮૧.
*
દરેક પદાર્થ સર્વત્ર સર્વકાળે પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં છે. પરનાં ચતુષ્ટયમાં તે નથી. આ એક મહાનિયમનો નિર્ણય કરે તો ત્રણ કાળ-ત્રણ લોકવર્તી સર્વ પદાર્થની યથાર્થ પ્રતીતિ થઈ જાય અને સ્વતંત્ર જ્ઞાનાનંદ સ્વભાવ સન્મુખ થવાની રુચિ અને સ્થિરતા થાય. એ જ સુખી થવાનો ઉપાય છે. ૬૮૨.
*
પદાર્થ દ્રવ્યપણે નિત્ય છે ને પર્યાયપણે અનિત્ય છે. આવું નિત્યઅનિત્યપણું તે પદાર્થનું સ્વરૂપ છે. એમ જ્ઞાન જાણે છે. સંયોગના કારણે અનિત્યતા છે. એમ નથી પણ પોતાના કારણે જ અનિત્યતા છે એટલે પર્યાયનો પલટો થવાનો તેનો સ્વભાવ છે. તે પરને લીધે નથી. આવું શેયનું સ્વરૂપ જાણવું તે સમ્યજ્ઞાનનું કારણ છે. ૬૮૩.
*
આત્માની શાંતિરૂપ પ્રકાશને અનુભવ કહે છે. આત્મામાં શાંતિ ને આનંદ શક્તિરૂપે અનાદિ અનંત પડયા છે. તેવા આત્માનો પુણ્ય-પાપ રતિ અનુભવ થાય તેને ધર્મ કહે છે. અકષાય પરિણામના પ્રકાશને અનુભવ પ્રકાશ કહે છે. ૬૮૪.
*
જડની ક્રિયા જડના કારણે થાય છે પણ ધર્મીને પોતાના કારણે શુભરાગના કાળે શુભરાગ આવે છે પણ તે ધર્મ નથી. શુભરાગના અવલંબને ધર્મ થતો નથી. શુભરાગના કાળે સ્વઅવલોકન માત્ર ધાર્મિક ક્રિયા છે. આત્મા બહારની ચીજોને લાવી કે છોડી શકતો નથી. રાગના કારણે ૫૨ની પર્યાય થાય નહીં તેમ જ રાગથી ધર્મ થાય નહીં. ચિદાનંદ પદનું અવલોકન કરે તેટલો ધર્મ છે. ૬૮૫.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com