________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
| [ ૧૮૭ ખસી જતાં અથવા રાગ ટળી જતાં તે ધર્મનો નાશ થઈ જાય પણ એમ બનતું નથી. ૬૭૭.
આત્મામાં અજ એટલે જન્મવું નહિ એવો ગુણ છે. આત્મા કદી જન્મતો નથી, જો તે ગુણ ન હોય તો આત્મા શરીર અને રાગને ઉપજાવવામાં નિમિત્ત થયા કરત. આત્મા ચિદાનંદ ત્રિકાળ ત્રિકાળ ધ્રુવ પદાર્થ છે. જન્મવાનું તો નથી પણ રાગને ઉપજાવવામાં પણ આત્મા નિમિત્ત નથી. ૬૭૮.
પોતે ત્રિકાળી શક્તિમાન છે. ગુણ-ત્રિકાળી શક્તિને પર્યાય-વર્તમાન દશા-આમ દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચાર વડે નિજપદ જાણે, નિમિત્ત વડે કે રાગ વડે જાણે એમ કહ્યું નથી. એમ નિજપદ જાણવાની વિધિ બતાવેલ છે. અથવા ઉપયોગમાં જાણરૂપ વસ્તુને જાણે અંતરમાં જાણવા-દેખવાનો વ્યાપાર થાય તે દ્વારા વસ્તુને જાણે, વસ્તુ જાણનાર છે. નિજ સ્વરૂપને જાણવાની આ કળા છે. આનું નામ ધર્મ છે. ચાલતી પર્યાયમાં જાણરૂપ વસ્તુને જાણે, જાણનાર સ્વભાવ નિત્યાનંદ પદાર્થ છે તે પર્યાયનો આધાર અથવા નાથ આત્મા છે. ૬૭૯.
અનુભવ પ્રકાશ એટલે શું? આત્માનું નિજાનંદ સ્વરૂપ છે, તેની પર્યાયમાં પુણ્ય-પાપ થાય છે તે વેશ છે. તેની રુચિ છોડીને સ્વભાવનો અનુભવ કરવો તે અનુભવ પ્રકાશ છે. ૬૮૦.
નિર્વિકલ્પ કહો કે, આત્માનો અનુભવ કહો, બને એક જ છે. જીવની શક્તિ તો ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની છે. તેમાં જ્ઞાન જ્ઞાનને વેદે તેટલો જ્ઞાનનો વિકાસ થયો તે અંશ સર્વજ્ઞ શક્તિ પ્રગટ કરશે. સર્વજ્ઞ શક્તિ ત્રિકાળ છે. તેનું વેદન થયું. સર્વજ્ઞ શક્તિના આધારે સંવેદના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com