________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર] ચોથું ગુણસ્થાન હોય ને બહારમાં દ્રવ્યલિંગી મુનિ હોય એટલે છઠ્ઠા ગુણસ્થાન જેવી ક્રિયા હોય, પણ તેની અહીં વાત નથી. અહીં તો જેટલું ગુણસ્થાન પ્રગટયું તેને અનુસાર ક્રિયા હોય છે. અંદર છઠ્ઠ ગુણસ્થાન હોય ને વેપાર કરતો હોય એમ ન બને. પણ તેથી શુભ પરિણામને લીધે ગુણસ્થાન હોય છે-એમ નથી. ૬૭ર.
જેને ધર્મનો આદર છે-સિદ્ધપદનો સ્વીકાર છે તેને લક્ષ્મીની રુચિ હોવી ન જોઈએ. આસક્તિ આવે તે જુદી વાત છે. પણ રુચિ હોવી ન જોઈએ. સિદ્ધને વંદન કરનાર બીજાને વંદન કરતો નથી. લક્ષ્મીની રુચિવાળાને સિદ્ધની રુચિ નથી. માટે કહે છે કે રુચિ પલટાવો. પર્યાયમાં હું સિદ્ધ છું એવી રુચિ થઈ તેને એક પરમાણુની પણ ચિ હોવી ન જોઈએ. ૬૭૩.
બે જીવ સમકિતી હોય તેમાં એક તો ધ્યાનમાં બેઠા હોય ને બીજા લડાઈમાં ઉભા હોય ત્યાં બીજા સમકિતીને એમ સંદેહ નથી થતો કે અરે ! અમે બન્ને સમકિતી, છતાં આ તો ધ્યાનમાં બેઠા ને મારે તો લડાઈની ક્રિયા ! આવી શંકા પડતી નથી. કેમ કે ઉદયભાવને આધીન સમ્યગ્દર્શન નથી. સમ્યગ્દર્શન તો અંતરસ્વભાવના અવલંબને છે. તે સ્વભાવનું અવલંબન ધર્મીને લડાઈ વખતે ય ખસતું નથી. જ્ઞાયકપ્રમાણ જ્ઞાન છે. તથા યથાનુભવ પ્રમાણ સ્વરૂપાચરણચારિત્ર છે. બહારની ક્રિયા અનુસાર કે શુભરાગ અનુસાર ચારિત્ર ન કહ્યું પણ અંતરમાં અનુભવ પ્રમાણે ચારિત્ર છે. જુઓ, આ ધર્મીની શક્તિ! આવું જ્ઞાતાનું સામર્થ્ય છે. ૬૭૪.
શ્રદ્ધામાં ચૈતન્યની રુચિ ને એકાગ્રતાનું પરિણમન છે. જ્ઞાનમાં ચૈતન્યના સ્વસંવેદનનું પરિણમન છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com