________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪]
ગમસાર મોક્ષમાર્ગને સાધવા અસમર્થ છે. અજ્ઞાનીને બહારની ક્રિયા તથા શુભ પરિણામ સુગમ લાગે છે. તેને જ તે મોક્ષમાર્ગ માને છે. બ્રહ્મચર્ય પાળે, ત્યાગ કરે, એવા શુભ પરિણામને અજ્ઞાની મોક્ષમાર્ગ માને છે, પણ અંતરમાં નિર્વિકલ્પ જ્ઞાનાનંદ સ્વભાવ છે જેમાં બ્રહ્મચર્યનો શુભવિકલ્પ પણ નથી. એવા આધ્યાત્મની નિર્વિકલ્પ પરિણતિને અજ્ઞાની ઓળખતો નથી. તેથી તેને મોક્ષમાર્ગ નથી. જ્ઞાની તો મોક્ષમાર્ગને સાધી જાણે છે. ૬૭).
અંતરનું શુદ્ધ દ્રવ્ય એકરૂપ અક્રિય ધ્રુવ ચિદાનંદ તે નિશ્ચય તેના અવલંબને જે નિર્વિકલ્પ મોક્ષમાર્ગ દશા પ્રગટી તે વ્યવહાર છે. અધ્યાત્મના નિશ્ચય વ્યવહારનું આવું સ્વરૂપ જ્ઞાની જ જાણે છે. અજ્ઞાની તે જાણતો નથી...અને કદાચિત સાંભળવા મળે તોપણ માને નહિ. ૬૭૧.
ચોથા ગુણસ્થાને ઉપાદેયરૂપ શુદ્ધભાવ અલ્પ છે. પાંચમે છેકે તે વધતો જાય છે. તથા યરૂપ વિકાર ચોથા ગુણસ્થાન કરતાં પાંચમ-છઠ્ઠ મંદ થતો જાય છે. જેમ જેમ શુદ્ધતા વધે છે તેમ તેમ ગુણસ્થાન વધે છે. ગુણસ્થાન અનુસાર સ્વયને પકડવાની તાકાત વધતી જાય છે. પરદ્રવ્યને છોડવાથી ગુણસ્થાન વધે એમ નથી. લંગોટી હતી ત્યારે પાંચમું ને લંગોટી છૂટતાં છઠું સાતમું એમ નથી...પણ અંદરમાં દ્રવ્યને પકડીને તેના આચરણની ઉગ્રતા થતાં ગુણસ્થાન વધે છે. ગુણસ્થાન અનુસાર બાહ્યમાં નિમિત્તોનો સંબંધ છૂટી જાય છે. જેમકે છઠ્ઠી ગુણસ્થાને સદોષ આહાર લેવાનો ભાવ ન આવે, ત્યાં વસ્ત્રનો સંયોગ ન હોય પણ ત્યાં ગુણસ્થાન તો અંદરની શુદ્ધિથી ટકયું છે. બહારમાં વસ્ત્રનો ત્યાગ કરીને બેસે તેથી કાંઈ છઠ્ઠ ગુણસ્થાન થઈ જતું નથી. ગુણસ્થાન પ્રમાણે જ્ઞાન અને ગુણસ્થાન પ્રમાણે ક્રિયા. કાંઈ ચોથા ગુણસ્થાને કેવળજ્ઞાન કે મન:પર્યયજ્ઞાન ન હોય. તેમજ ક્રિયા એટલે શુભભાવ, તે પણ ગુણસ્થાન અનુસાર હોય છે. અંદર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com