________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૧૮૩ દાગીનો વેચી નાખ્યા પછી તેને સાચવવાની ફિકર નથી તેમ જ્ઞાનીને શરીર, મન, વાણી, રાજ્ય, પૈસા વગેરેનું સ્વામિત્વ ઉડી ગયું છે તેથી તેની ફિકર નથી. અજ્ઞાનીને તેનું સ્વામિત્વ વર્તે છે. ૬૬૬.
આગમનો આશ્રય અનંતા પુલકર્મો છે, ને અધ્યાત્મનો આશ્રય આત્મા એક છે. તે બન્નેનું સ્વરૂપ સર્વથા પ્રકારે તો કેવળીગમ્ય છે. સમ્યક મતિ શ્રુતજ્ઞાનમાં અંશગ્રાહ્ય છે. ૬૬૭.
અધ્યાત્મ એટલે શુદ્ધ આત્મા તેનું જેને ભાન નથી તેને આગમની પણ ખબર નથી. દ્રવ્ય ગુણ અનાદિથી શુદ્ધ ચાલ્યા આવે છે. ને પર્યાયમાં વિકાર અનાદિથી કરતો આવે છે. તેનું જેને ભાન નથી તે અધ્યાત્મી પણ નથી તે આગમી પણ નથી. તે મિથ્યાદષ્ટિ જીવ આગમ અને અધ્યાત્મનું સ્વરૂપ શાસ્ત્ર વાંચીને ઉપદેશમાં કરે, પણ અંદરમાં તેને તેના ભાવની ખબર નથી, યથાર્થ ભેદજ્ઞાન નથી. આગમ અને અધ્યાત્મના સ્વરૂપને સમ્યક્ પ્રકારે જાણે તો ભેદજ્ઞાન થઈ જાય. ૬૬૮.
અજ્ઞાની આગમ-આધ્યાત્મને જાણતો નથી. અજ્ઞાની જીવ રાગને જ વ્યવહાર માને છે, પણ દ્રવ્યની નિર્વિકલ્પ પર્યાયરૂપ જે વ્યવહાર છે તેને તે જાણતો નથી. અખંડ દ્રવ્ય તે નિશ્ચય છે ને તેની નિર્વિકલ્પ પરિણતિ તે અધ્યાત્મનું અંગ છે-તે વ્યવહાર છે. અહીં તો (અધ્યાત્મમાં) મોક્ષમાર્ગ સાધવો તેને જ વ્યવહાર ગણ્યો છે. રાગને વ્યવહાર ગણ્યો નથી. ૬૬૯.
*
અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ ક્રિયા છે તે અંતરદૃષ્ટિ ગ્રાહ્ય છે, પણ અજ્ઞાનીને તેવી દષ્ટિ પ્રગટી નથી. તેથી અધ્યાત્મની અંતરક્રિયા તો તેને દષ્ટિગોચર થતી નથી. માટે તે અજ્ઞાની જીવ મોક્ષમાર્ગને સાધી શકતો નથી. ગમે તેટલો શુભભાવ કરે પણ અંતરની અધ્યાત્મદષ્ટિ વગર તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com