________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨]
[ પરમાગમસાર જોઈએ. છતાં ત્યાં પરાધીનતા નથી. જેની લાયકાત હોય તેને જ્ઞાની મળ્યા વિના રહે નહિ. સને સનું નિમિત્ત જોઈએ. અજ્ઞાની જીવ ધર્મમાં નિમિત્ત થઈ શકે નહિ. ૬૬ર.
સમ્યગ્દર્શનની પર્યાય અનાદિથી ન હોય, મિથ્યાદર્શનાદિની પર્યાય અનાદિથી ન હોય, મિથ્યાદર્શનાદિની પર્યાય પ્રવાહરૂપે અનાદિથી છે. પોતાના સ્વરૂપને ચૂકી પરમાં રુચિ કરે છે તે મિથ્યાદષ્ટિ છે. સ્વ પરના યથાર્થરૂપથી વિપરીત શ્રદ્ધાનનું નામ મિથ્યાત્વ છે. સ્વ એટલે ચેતન. તેનું જ્ઞાન દર્શનરૂપ યથાર્થ છે. પુણ્ય-પાપનું રૂપ વિકાર છે. જડનું રૂપ તેના દ્રવ્ય-ગુણ-પર્યાય છે તેમ નહિ માનતાં રાગને અને જડને પોતાનું સ્વરૂપ માનવું તે મિથ્યાત્વ છે. લોકોને મિથ્યાત્વના પાપનો ખ્યાલ આવતો નથી. ૬૬૩.
સમકિતીને પંચપરમેષ્ઠી, જિનવાણી, જિનપ્રતિમા, જિનધર્મ, જિનાલય-એમ નવ દેવને માને છે તે શુભરાગ છે. કોઈ જીવો પ્રતિમાને ઉથાપે છે તે મિથ્યાષ્ટિ છે. ને કોઈ મૂર્તિપૂજામાં ધર્મ મનાવે છે તે પણ મિથ્યાદષ્ટિ છે. સમકિતીને પૂજા, યાત્રા વગેરેનો રાગ આવે છે પણ તેને તે બંધ માને છે. ૬૬૪.
એકડો શીખવા માટે પાંચસો રૂપિયા આપે કે પચાસ ઉપવાસ કરે તો કામ ન આવે, વાળના લોચ કરે તો એકડો ન આવડે, એકડાના જ્ઞાન વડે એકડાનું અજ્ઞાન ટળે. તેમ અબજો રૂપિયાનું દાન કરે, તપ કરે તોપણ ધર્મનો એકડો ન આવડે. પણ જ્ઞાન કરવાથી સ્વરૂપ સમજાય. દયા, દાન, વ્રતથી શાંતિ ને ધર્મ મળતાં નથી. તેથી રહિત મારું ચૈતન્ય નિરાળું છે એવી પ્રતીતિ કરે તેને ધર્મ કહે છે. તે વિના સુખ થાય નહિ. ૬૬૫.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com