________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૧૮૧ દિવસની મર્યાદા રૂપ આહારનો ત્યાગ કરવો. એ પ્રમાણે ઉપવાસ નામનું અનશન તપ થાય છે. ૬૫૭.
જેને તત્ત્વજ્ઞાન નથી તેનું આચરણ પણ યથાર્થ હોતું નથી. જૈનમતમાં તો એવો ક્રમ છે કે પહેલાં તત્ત્વજ્ઞાની થાય અને પછી એનો ત્યાગ કરવો છે એના દોષને ઓળખે અને દોષનો નાશ થવાથી જે ગુણ પ્રગટે છે તેને પણ બરાબર જાણે. ૬૫૮.
પ્રશ્ન:- બારમાં તો ચમત્કાર બતાવે છે. તો અહીં કાંઈ ચમત્કાર છે?
ઉત્તર:- હા, આ આત્મા પોતે એવો ચૈતન્યચમત્કાર છે કે તેની પ્રતીત કરીને તેમાં એકાગ્ર થતાં કેવળજ્ઞાન પ્રગટી જાય. જુઓ આ ચૈતન્યનો ચમત્કાર. સર્વજ્ઞ સિવાય બીજા કોઈ ઠેકાણે આવો ચમત્કાર હોય તો બતાવો ! વળી એકેક આત્મા અસંખ્ય પ્રદેશી-એ વાત પણ બીજે ક્યાંય હોય તો બતાવો? ૬૫૯.
જ્ઞાનનું વીર્ય જ્ઞાનમાં કામ કરી જ્ઞાનમાં રમે તે મારું સ્વરૂપ છે. આત્માનું લક્ષણ જ્ઞાન છે. તેને છોડી રાગાદિમાં રોકાય તો તે બંધનું લક્ષણ છે. ૬૬૦.
જે જીવ પ્રસન્નચિત્તથી-ઉલ્લાસથી–સ્વલક્ષ કરીને, પુણ્ય-પાપનો ઉલ્લાસ છોડીને, દયા-દાનના વિકાર રહિત ને શરીર, મન, વાણીથી રહિત આત્માની વાત સાંભળે છે, તે ધન્ય છે. ૬૬૧.
સમયસાર ગાથા ૪માં શ્રુત શબ્દ મૂક્યો છે તેનો હેતુ એ છે કે પોતાની મેળે વાંચી જાય તો કામ ન આવે, જ્ઞાની પાસેથી વાત સાંભળી હોવી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com