________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦]
[ પરમાગમસાર વ્યવહાર રત્નત્રય પણ શુભરાગ છે. નિમિત્ત પર છે. તેને જુદા જાણી, શુદ્ધાત્માને ઉપાદેયપણે નિરંતર અંગીકાર કરવો તે આ સમયસાર અને દ્વાદશાંગનો સાર છે. ત્રિકાળી ચિદાનંદનું આલંબન જ મોક્ષનું કારણ છે. ત્રિકાળ ધ્રુવશક્તિ કારણપરમાત્મા તે જ એક ઉપાય છે. પરાશ્રય રાગ, વ્યવહાર રત્નત્રયને વીતરાગ ધર્મનું કારણ માને તેને ધર્મ નથી પણ મિથ્યાત્વનો આસ્રવ છે. ૬૫૪.
| નિમિત્તથી ભિન્ન ને રાગથી અધિક (ભિન્ન)-એવા પોતાના ચૈતન્ય સ્વભાવનું ભાન થવા ઉપરાંત તેના અનુભવનું વદન વધી ગયું છે, ત્યાં પરિગ્રહની મમતા છૂટી ગઈ છે. આવી દશાવાળા શ્રાવકને પ્રતિમા હોય છે. ૬૫૫.
ધર્મીને અન્ય ધર્મી પ્રત્યે પ્રેમ ઉછળે છે, સમ્યગ્દષ્ટિને સાચા ગુરુ પ્રત્યે કે સાધર્મી પ્રત્યે પ્રેમ આવ્યા વિના રહે નહિ. તે દ્વેષ કરે નહિ. મારી આબરું કરતાં આની આબરું વધી ગઈ એમ દ્વેષ કરે નહિ. શિષ્ય કદાચ વહેલો મોક્ષે જાય તોપણ ગુરુને દ્વેષ થાય નહિ. જેમ જેને પોતાના દીકરા ઉપર પ્રેમ હોયને તે પૈસામાં વધી જાય તો તેના પ્રત્યે દ્વેષ કરે નહિ. ઉલટો પ્રેમ અને ઉલ્લાસ બતાવે છે તેમ શિષ્યની દશા વધતી જાણી તેના ઉપર ધર્માત્માને દ્વેષ થતો નથી. ૬૫૬.
ઉપવાસનો આવો અર્થ છે કે,-ઇન્દ્રિય તથા મન, વિષયોમાં પ્રવૃત્તિ રહિત થઈને આત્મામાં રહે તે ઉપવાસ છે. આ લોક પરલોક સંબંધી વિષયોની વાંચ્છા ન કરવી તે ઇન્દ્રિય જય છે તથા આત્મસ્વરૂપમાં લીન રહેવું વા શાસ્ત્રના અભ્યાસ-સ્વાધ્યાયમાં મન લગાવવું એ ઉપવાસમાં પ્રધાન છે. વળી જેમ કલેશ ન ઊપજે એવી રીતે ક્રિયા માત્રપણે એક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com