________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[૧૭૯ એની રુચિ કરવાનો પ્રસંગ પણ નથી. કેમકે તેને ક્ષણિકની રુચિ છૂટતી નથી. રાગ ઘટવાના પ્રસંગની ખબર નથી તેને રાગનો અભાવ કદી થતો નથી. ૬૫૦.
ચૈતન્ય ચૈતન્યમાં એકાગ્ર થતાં ભેદપણું રહેતું નથી. આ એક જ શ્લોકમાં (૨૭૮ મા કળશમાં ) અનાદિનું અજ્ઞાન છે તે અને તેનો અભાવ કેમ થાય તે વાત કરી છે. દોરાનો ફાળકો ગૂંચવાણો હોય અને ગાંઠ પડી ગઈ હોય. પણ તે ગૂંચ કાઢતાં ગાંઠ રહેતી નથી તેમ આત્માની પર્યાયમાં અજ્ઞાન રૂપી ગૂંચ ઊભી થઈ હતી તે જ્ઞાનથી ઉકેલી નાખી પછી તે કાંઈ છે જ નહિ. અંશ બુદ્ધિમાં રાગ દ્વેષ અજ્ઞાન વગેરે ભાસતા હતા. પણ સ્વભાવ બુદ્ધિ થતાં તે કાંઈ ભાસતું નથી. આમાં મોક્ષમાર્ગ સમાવી દીધો છે. હજારો શાસ્ત્રોનો આ સાર છે. ૬૫૧.
*.
આત્મખ્યાતિ ટીકાને જે સાંભળે છે અને વાંચે છે તેને સમ્યજ્ઞાનદર્શન–ચારિત્ર પ્રગટ થાય છે. અને મોહનો નાશ થાય છે. પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે મુમુક્ષુઓએ આનો નિરંતર અભ્યાસ કરવા યોગ્ય છે. જેને ચિદાનંદ જ્ઞાતા હું છું એને સમજવાની દરકાર છે, રુચિ છે, અને ભાવ છે એવા મુમુક્ષુઓએ આ આત્મખ્યાતિ ટીકા એટલે ચૈતન્યસ્વભાવનો વારંવાર અભ્યાસ કરવો. સમયસાર અભેદ આત્માને બતાવનાર છે માટે નિરંતર એનો અભ્યાસ કરવો યોગ્ય છે. ૬૫ર.
જ્યાં સુધી જ્ઞાનમાં તત્ત્વની અયથાર્થતા છે ત્યાં સુધી તેને તત્ત્વમાં જમાવટ થતી નથી. જ્ઞાનની વિપરીતતામાં આત્માની એકાગ્રતાની જમાવટ થતી નથી. તેથી કહે છે કે જ્ઞાનાનંદ આત્મા છે. તેની રુચિ કરો અને તેનું નિરીક્ષણ કરો. ૬૫૩.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com