________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮]
[ પરમાગમસાર પુરુષાર્થ દ્વારા જેણે મોહનો નાશ કર્યો છે અર્થાત્ પરની સાવધાની છોડી દીધી છે અને જ્ઞાન માત્ર પોતાના સ્વભાવની સાવધાની કરે છે તે સિદ્ધદશાને પામે છે. જ્ઞાન માત્ર સિવાય બીજા કોઈ ઉપાયે કલ્યાણ થતું નથી. ૬૪૭.
જે આત્મસન્મુખ થાય તે વિકારથી વિમુખ થયા વગર રહે નહિ. હું નિર્વિકાર છું એમ કહે પણ વિકારથી વિમુખ ન થાય તો તે માત્ર ધારણા છે. રાગથી, પુણ્યથી કે પરથી ચૈતન્યની એકતા નથી, એવી પૃથકતારૂપ ભેદજ્ઞાન તો કરતો નથી અને કહે છે કે જ્ઞાનમય વસ્તુ ગ્રહણ કરી છે તો તે વાત ખોટી છે. સ્વભાવની દષ્ટિ કરે તેને વિભાવનો અભાવ થવો જોઈએ. છતાં વિભાવનો અભાવ ન થયો તો સ્વભાવદષ્ટિ જ થઈ નથી. ૬૪૮.
દયા, દાન, ભક્તિ, પૌષધ, પ્રતિક્રમણ, સામાયિક વગેરે ક્રિયાકાંડમાં કુશળ, લૂખો આહાર ખાવો, વગેરે બધી ક્રિયા શુભ રાગ અને પરની છે, એવી એકલી શુભ રાગની ક્રિયામાં જે સંતુષ્ટ થાય છે કે આપણે ઘણું કર્યું, તેને આ પુણ્ય-પાપના વિકાર રહિત નિષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાનસ્વભાવી આત્માની દષ્ટિ થતી નથી. કોઈ એમ કહે કે રાગને ઘટાડું છું. પણ રાગ રહિત ચૈતન્ય કોણ છે, એની ખબર નથી તો તેને પણ આત્માના ધર્મની પ્રાપ્તિ થતી નથી. આત્માને સમજે નહિ અને એકલો રાગ ઘટાડે તેને પણ ધર્મ થતો નથી. અને માત્ર જ્ઞાનની વાતો કરે ને રાગનો અભાવ ન કરે તો તેને પણ આત્માની પ્રાપ્તિ થતી નથી–ધર્મ પ્રગટ થતો નથી. ૬૪૯.
જે ક્ષણે અને પળે અનુકૂળતા કે પ્રતિકૂળતાના સંયોગોમાં હરખશોક વેધા કરે છે તેને કષાયની મંદતા પણ નથી. તેને તો આત્મા કોણ છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com