________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updafes
પરમાગમસાર ]
[ ૧૭૭
આત્મા છે. ૬૪૨.
*
એક જ્ઞાનને ખ્યાલમાં લેતાં તો તેની સાથે જે અનંત ગુણો છે તે એકીસાથે ખ્યાલમાં આવે છે. તે એકરૂપ આત્મા ખ્યાલમાં આવતાં સમ્યગ્દર્શન થાય છે. તેની સાથે અનંત ગુણો અંશે ખીલ્યા વગર રહે નહિ.
૬૪૩.
*
અકર્તૃત્વ જેનો સ્વભાવ છે તે વિકારનો કર્તા થાય તો સાધકપણું પણ બનતું નથી. નિમિત્ત થઈને આ કામ કરું એવી જેની બુદ્ધિ છે તેને સ્વભાવનું કર્તાપણું છોડીને બહારમાં જવું ગમે છે. સ્વભાવમાં ઢળતો આત્મા અકર્તૃત્વ સ્વભાવે થાય છે તે શક્તિ આત્મામાં અનાદિ અનંત છે.
૬૪૪.
*
આત્મા શાશ્વત છે તો તેની શક્તિઓ પણ શાશ્વત છે. એના સામુ જીએ તો સમ્યગ્દર્શન, જ્ઞાન થાય. આત્મતત્ત્વ અનંત શક્તિનો પિંડ છે તેનો જેને આદર નથી. પણ પુણ્ય-પાપનો આદર છે તે સંસારમાં રખડે છે અને અંતરનો વિશ્વાસ ન આવતાં બહારનો વિશ્વાસ પ્રસિદ્ધ છે. પાણીમાં અમુક પ્રકારની ગોળી નાખે અને ઝાડા થાય એનો વિશ્વાસ લાવે, પણ આત્મા અનંત શક્તિવાન છે તેનો અજ્ઞાની વિશ્વાસ કરતો નથી. ૬૪૫.
*
આત્માની અરુચિવાળા ઘણા લોકો એમ કહે છે કે, આવી ભંગજાળમાં પડવું રહેવા દો. આપણે તો આત્માનું કલ્યાણ કરો. એ એક જ વાત રાખો તો કહે છે કે તેનામાં વ્યવહારે પણ પાત્રતા નથી. ૬૪૬
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com