________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ]
[ પરમાગમસાર
ઉત્તર:- જ્ઞાનથી જુદી ચીજ લક્ષ્ય નથી. કારણ કે જ્ઞાન અને આત્મા દ્રવ્યપણે અભેદ છે; સમજાવવા માટે પર્યાયથી, વ્યવહારથી ભેદ પડે છે, વસ્તુમાં ભેદ નથી. ૬૩૯.
*
જ્ઞાન જગતમાં બધા જીવોને સ્વ-અનુભવથી નક્કી છે જ્યારે સ્વાશ્રયી જ્ઞાન વડે અંતર્મુખ જ્ઞાન વડે આત્માને જાણે ત્યારે આત્મા યથાર્થ જાણ્યો કહેવાય. પરલક્ષવાળા જ્ઞાનને તથા અગીયાર અંગના શાસ્ત્રજ્ઞાનને આત્માનું જ્ઞાન કહ્યું નથી. જેનું લક્ષણ (સ્વરૂપ ) નક્કી કરવું છે તે લક્ષ્યરૂપ આત્માને જ અવલંબીને જાણે તે જ જ્ઞાન છે. નિમિત્ત-રાગ, વ્યવહારને અવલંબીને જાણે તે જ્ઞાન નથી. આચાર્યદેવને ૫૨ વસ્તુનું જાણપણું પ્રસિદ્ધ કરવું નથી. જે સ્વલક્ષણરૂપ જ્ઞાન વડે આત્માને જાણે તેની પ્રસિદ્ધિ સમ્યક્ છે. જુઓ, આ રીતે પણ અંતર્મુખ દષ્ટિ કરવાની વાત છે. ૬૪૦.
*
જે વડે જણાય તે લક્ષણ કહીએ. જ્ઞાન વડે આત્મા જણાય છે, માટે જ્ઞાન વડે આત્મા નક્કી થાય છે. પુણ્ય-પાપાદિ કે શરીર આદિ જ્ઞાન વડે નક્કી કરવા યોગ્ય નથી પણ જ્ઞાન વડે આત્મા નક્કી કરવા યોગ્ય છે. જ્ઞાન લક્ષણ પુણ્ય-પાપનું કે દેવ-ગુરુ-શાસ્ત્રનું નથી. આ જ્ઞાન તો લક્ષ્ય એવા આત્માનું લક્ષણ છે, જ્ઞાન છે ત્યાં તેની સાથે અનંત ગુણો છે. જ્ઞાન જેનું લક્ષણ છે એવું નક્કી કરતાં અનંત ગુણોવાળો આત્મા નક્કી થાય છે, એ જ સાધ્ય છે. ૬૪૧.
*
આત્મામાં જ્યાં એક ગુણ છે ત્યાં જ અનંત ગુણો સાથે રહેલા છે, તેમાં વિભુત્વશક્તિ કારણ છે. અનંત ગુણોમાં લક્ષણભેદ હોવા છતાં પ્રદેશભેદ નથી. અનંત ભાવમાં એક ભાવરૂપ-અનંત ગુણોનો પિંડ તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com