________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૭૩
પરમાગમસાર] જ્ઞાનસ્વરૂપનું જેને જ્ઞાન છે તે જ્ઞાની છે. ૬ર૩.
ભાઈ, ઉતાવળો થઈશ નહીં, તારું જ્ઞાતાપણું છોડીને, હું જગતને સમજાવી દઉં તેવો અભિપ્રાય કરીશ નહીં. ૬૨૪.
અનંતના નાથને (પોતાના આત્માને) જાણ્યો નથી. તેથી અનંત ભવ કરવા પડયા છે. ૬૨૫.
જે સ્વાત્માને ધ્યેય બનાવીને સાધતા નથી તે બધાય અસાધ્ય (બેભાન) છે. ૬ર૬.
જે પોતામાં છે તેને પોતાનું ન માનવું કે જે પોતામાં નથી તેને પોતાનું માનવું તે દુઃખનું કારણ છે. ૬૨૭.
વિકારથી નિવૃત્ત થયા વિના સાચી નિવૃત્તિ કેવી? અને સ્વરૂપમાં પ્રવૃત્ત થયા વિના સાચી પ્રવૃત્તિ કેવી? ૬ર૮.
સર્વજ્ઞસ્વભાવમાં ગયા વિના, અલ્પજ્ઞપર્યાયમાં સર્વજ્ઞનો સ્વીકાર થાય નહીં. ૬૨૯.
જે જ્ઞાન સાથે આનંદ ન આવે તે જ્ઞાન જ નથી, પણ અજ્ઞાન છે. ૬૩૦.
પ્રશ્ન- શરીરમાં રોગ હોય, ખાટલામાં સૂઈ રહેવું પડે ત્યાં ધર્મ કેમ
થાય ?
ઉત્તર:- કોણ સૂતો છે? આત્મા સદાય અસંયોગી-અરૂપી જ્ઞાનઘન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com