________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪]
[ પરમાગમસાર છે તે શરીરાદિમાં નથી, શરીરને કારણે નથી. શરીર ભલે સૂતું હોય, અંદર નિત્ય પરના અભાવપણે જાગ્રત ચૈતન્ય જ્યોતપણે છે તે સૂતો નથી.
સ્વથી સત છે તે પરથી નથી એ અનેકાંત સર્વાગ નિઃશંકતામાં કેટલી શાંતિ! મારું ટકવું પરથી નથી માટે પરનું ગમે તે થાય, પર સામે જોવાનું ન રહ્યું. મકાન, શરીરાદિનું ધ્યાન ન રાખું તો પડી જશે એ જોવાનું ન રહ્યું. શરીર શરીરના કારણે છે. મારા કારણે નથી. ચિંતા વ્યર્થ છે. આવો સ્વતંત્ર સત્તાનો વિશ્વાસ જે કરતો નથી તે રખડે છે. ૬૩૧.
જ્ઞયોની આકૃતિનું સ્મરણ થતાં આવું ન જોઈએ એમ મનો તિરસ્કાર કરતાં પોતાના જ્ઞાન પર્યાયસ્વભાવનો અને જ્ઞાનવાન આત્માનો નિષેધ થઈ જાય છે તેની અજ્ઞાનીને ખબર નથી. ૬૩ર.
વર્તમાન સંયોગને જોનાર સ્વને ચૂકે છે તેથી દુઃખી થાય છે. સંયોગના કારણે કોઈ દુઃખી-સુખી નથી. ૬૩૩.
જ્ઞાન સંયમ આત્માશ્રિત, છે, પરાશ્રિત નથી એમ માની જ્ઞાની નિત્ય સહજ જ્ઞાનના પંજમાં સ્વાલંબનથી ટકે છે. ૬૩૪.
ભગવાન આત્મા સદા અંતર્મુખ છે. અતિ અપૂર્વ, નિરંજન અને નિજબોધના આધારભૂત એવો કારણ પરમાત્મા છે, તેને સર્વથા અંતર્મુખ સહજ અવલોકન વડે જે મુનિઓ અવલોકે છે તેને ભગવાન સંવર અને આલોચના કહે છે. ૬૩૫.
જ્ઞાન જ્ઞાનથી પણ થાય અને વાણીથી પણ થાય એમ અનેકાંત નથી તે તો અનેકાન્ત મૂઢતા છે. શાસ્ત્રમાં જ્ઞાનનો અભાવ છે. માટે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com