SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ર ] [ પરમાગમસાર અચૌર્ય-કોઈને ગ્રહે–પકડે નહીં તેવા અચૌર્યસ્વરૂપ આત્માનો આશ્રય થવો તે. બ્રહ્મચર્ય-બ્રહ્મસ્વરૂપના આશ્રયે વર્તમાન વીતરાગી આનંદપર્યાય થાય તે. અપરિગ્રહ-પર્યાયનો પણ જેને પરિગ્રહ નથી તેવા ત્રિકાળ અપરિગ્રહ સ્વરૂપ ભગવાન આત્માનું અવલંબન લેવું તે.-આ નિશ્ચય પચ મહાવ્રત છે. (વ્રત-સ્વભાવને વિંટળાવું) ૬૧૯. ઇર્યા-સ્વભાવને જોઈને તેમાં રમવું. ભાષા-સ્વભાવની પરિણતિ થવી. એષણા-સ્વભાવને શોધી તેમાં લીન થવું. આદાન-નિક્ષેપ-જેને ગ્રહ્યું છે તેને છોડતો નથી અને જેને પકડ્યું નથી તેને ગ્રહતો નથી–તેવા સ્વભાવમાંથી નિર્મળ પર્યાય લેવી અને રાગને છોડવો. પ્રતિષ્ઠાપન-પાપ-પુણ્ય કે જે ઝેર છે તેનો ત્યાગ અને વીતરાગતાની ઉત્પતિ.-આ ભાવ સમિતિની વ્યાખ્યા છે. ૬૨૦. વીતરાગની વાણી સાંભળતા કાયર કંપી ઉઠે છે. જ્યારે વીર ઉછળી ઉઠે છે. ૬ર૧. ધ્રુવ અને પર્યાયને સર્વથા એક માનવા. દષ્ટિના વિષય તરીકે માનવા તે એત્વબુદ્ધિ-મિથ્યાત્વ છે. તેને પર્યાયબુદ્ધિ કહે છે. તે દ્રવ્યબુદ્ધિ નથી. ૬૨૨. ચૈિતન્યસૂર્યના પ્રકાશમાં અંધકારમય રાગનો આદર કેમ હોય ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008276
Book TitleParmagam sara
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy