________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર
[ ૧૭૧ જ્ઞાનના અભ્યાસથી ભેદજ્ઞાન થાય છે ને ભેદજ્ઞાનના અભ્યાસથી કેવળજ્ઞાન થાય છે. ૬૧૩.
પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન આવે છે પણ દ્રવ્ય આવતું નથી. અને દ્રવ્યમાં પર્યાય આવતી નથી. અને તે જ્ઞાન પણ દ્રવ્ય છે તો થાય છે એમ નથી. પર્યાય પોતાના સ્વરૂપમાં રહીને દ્રવ્યનું જ્ઞાન કરે છે. ૬૧૪.
શ્રુતજ્ઞાનનો અંશ તે શુદ્ધનય છે. તે જેના આશ્રયે પ્રગટ થાય છે તેવા સ્વભાવને પણ શુદ્ધનય કહેવાય છે. અને તેનું ફળ જે કેવળજ્ઞાન છે તેને પણ શુદ્ધનય કહે છે. ૬૧૫.
જ્ઞાનીને સમયે-સમયે શેયસંબંધી પોતાથી થયેલા જ્ઞાનની પ્રસિદ્ધિ (મુખ્ય) છે, પરંતુ શેયની પ્રસિદ્ધિ (મુખ્ય) નથી. અહા! જ્ઞાન તો જ્ઞાનને પ્રસિદ્ધ કરે જ છે, પરંતુ જ્ઞય પણ જ્ઞાનને જાહેર કરે છે.... આ સની પરાકાષ્ઠા છે. ૬૧૬.
“પોતે પોતાની દયા ન કરી ' એટલે? પોતાનું અનંત ચૈતન્ય જ્યોતિરૂપ જીવનું જાગતું જીવન છે તેને ન માન્યું પરંતુ “રાગાદિરૂપ હું છું –તેમ સ્વીકાર્યું તે પોતાની હિંસા છે. જેવું છે તેવું ન માનવું તે સ્વહિંસા છે. ૬૧૭.
અભેદના અનુભવમાં ભેદ દેખાતો નથી. અને જો ભેદ દેખાય તો અભેદનો અનુભવ રહેતો નથી. ૬૧૮.
અહિંસા-(શુદ્ધ આત્માના આશ્રયે) રાગની ઉત્પત્તિ ન થવી તે. સત્ય-સત્ સ્વરૂપી આત્માનો આશ્રય કરવો તે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com