________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[૧૬૯ પ્રશ્ન – આત્માને કેમ ખમાવવો?
ઉત્તર:- અનંતગુણમય-જ્ઞાનાનંદમય આત્માનું સ્વરૂપ ઓળખવું. આત્મામાં કોઈ વિભાવ નથી. આત્મા તો ક્ષમાનો સાગર, શક્તિનો સાગર છે. અનંત કાળથી અનંત ભાવો થયા, ગમે એટલા નિગોદના ભવો થયા છતાં આત્મા તો ક્ષમાનો ભંડાર છે એને ઓળખવો એ જ સાચી ક્ષમા છે. ૬૦૪.
પ્રશ્ન – જીવ અજીવના કાર્યો ભલે ન કરી શકે પણ પોતાના પરિણામ તો ગમે તેમ કરી શકે છે ને?
ઉત્તર:- જીવ પોતાના પરિણામ પણ ગમે તેમ ન કરી શકે પણ જે પરિણામ ક્રમસર જે થવાના છે તે જ થાય છે, આડા અવળા ગમે તેમ કરી શકે નહિ. જગતમાં બધું વ્યવસ્થિત ક્રમસર થાય છે, કયાંય ફેરફાર થઈ શકતો નથી. ઉતાવળો માણસ ફેરફાર કરવાનું માને ભલે પણ ફેરફાર કાંઈ થઈ શકતો નથી. એનો સાર એ છે કે ભાઈ ! તું ધ્રુવ સ્વભાવ ઉપર દષ્ટિ દે. ૬૦૫.
ભગવાન એકલો જ્ઞાનસ્વભાવ છે. (તેમાં) કેવળજ્ઞાનનો વિકલ્પ પણ નથી. એકલો જ્ઞાનસ્વભાવ છે એને પ્રગટ કરવા માટે કોઈની પણ જરૂર નથી એવો અસંગ છે. ૬૦૬,
પ્રશ્ન:- રોજ સાંભળીએ છીએ હવે અંદર જવાનો કાંઈક ટૂંકો રસ્તો બતાવો?
ઉત્તર:- આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ ચિઘન છે, અભેદ છે એની દષ્ટિ કરવી. ભેદ ઉપર લક્ષ કરતા રાગીને રાગ થાય છે. તેથી ભેદનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com