________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮]
ગમસાર ચૈતન્ય પદાર્થ છું. એની સન્મુખ થવાથી જ સંસારના દુઃખથી છૂટકારો થાશે એમ ભાસવું જોઇએ. ૬OO.
પ્રશ્ન- શુદ્ધનયનો પક્ષ એટલે શું?
ઉત્તર:- શુદ્ધનયનો પક્ષ એટલે એને શુદ્ધાત્માની રુચિ થઈ છે. અનુભવ હજુ નથી થયો. પણ રુચિ એવી થઈ છે તેથી જીવ અનુભવ કરે જ. પણ એમાં કોઈ (દોષનો) બચાવ કરે, (ગુણ) ન હોય ને માની લ્ય એમ નહીં પણ કેવળી એ જીવને એમ જાણે છે કે આ જીવની રુચિ એવી છે કે તે અનુભવ કરશે જ. તે જીવને શાયકનું જોર વીર્યમાં વર્તે છે. ૬૦૧.
પ્રશ્ન:- તિર્યંચને જ્ઞાન ઝાઝું ન હોવા છતાં તેને આત્મા પકડાય છે ને અમે ઘણી મહેનત કરીએ છતાં કેમ આત્મા પકડાતો નથી?
ઉત્તર:- એ જાતનું પ્રમાણ આવવું જોઇએ. તે આવતું નથી. જ્ઞાનમાં જેટલું એનું વજન આવવું જોઈએ તે આવતું નથી, જ્ઞાનમાં એનું જેટલું જોર જોઈએ એ જોર આવતું નથી, જેટલા પ્રકારથી એને સ્પૃહા-આશા છૂટવી જોઈએ તે છૂટતી નથી. તેથી કાર્ય આવતું નથી-આત્મા પકડાતો નથી. ૬૦૨.
પ્રશ્નઃ- સમ્યગ્દર્શન થતું નથી એ પુરુષાર્થની નબળાઈ સમજવી?
| ઉત્તર:- વિપરીતતાને લઈને સમ્યગ્દર્શન અટકે છે અને પુરુષાર્થની નબળાઈને લઈને ચારિત્ર અટકે છે. એને બદલે સમ્યફ નહીં થવામાં પુરુષાર્થની નબળાઈ માનવી એ તો ડુંગર જેવડા મહાદોષને રાઈ સમાન અલ્પ બનાવે છે. તે ડુંગર જેવડા વિપરીત માન્યતાના દોષને છેદી શકે નહીં. ૬૦૩.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com