________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૬૭
પરમાગમસાર] સ્વાદ આવશે, ત્યારે તને ધર્મ થશે. પ૯૬.
દિગમ્બર મુનિઓ એટલે પંચ પરમેષ્ઠીમાં ભળેલા ભગવંતસ્વરૂપ. આહાહા ! કુંદકુંદાચાર્યભગવાને કહ્યું છે કે, અરિહંતભગવંતથી માંડીને અમારા ગુરુપર્યત વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા, રાગમાં ન હોતા, નિમિત્તમાં ન હોતા, ભેદમાંય ન હોતા. એ બધા વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. પ૯૭.
શુદ્ધ દ્રવ્ય એને કહીએ કે જે પોતાની નિર્મળ પર્યાયને પણ અડતો નથી, ચુંબતો નથી, સ્પર્શતો નથી. અહીં કહે છે કે, પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. એ પર્યાયનું લક્ષ કરે તો એને રાગ થશે, ને રાગમાં લાભ માનશે તો મિથ્યાત્વ થશે. ૫૯૮.
ભાઈ, આ વાદવિવાદનો વિષય નથી. આ તો અંતરનો વિષય છે. હજી તો વ્રત, તપને કરે ને એનાથી ધર્મ થશે એમ માને તે તો સ્થૂળ મિથ્યાષ્ટિ–અજ્ઞાની છે. પર્યાયનું લક્ષ કરવા જઈશ તો રાગ ને દુઃખ થશે. નિર્મળ પર્યાયનું લક્ષ-આશ્રય કરવા જઈશ તોપણ વિકલ્પ ઉઠશે. ભગવાન ત્રિકાળી વસ્તુ છે તે પર્યાયને અડતો નથી. પર્યાય અડતી નથી પછી તારે પર્યાયના લક્ષનું શું કામ છે? ભગવાન આત્મા અંદર પરિપૂર્ણ છે તેને સ્પર્શને! સ્પર્શનારી તે પર્યાય પણ દ્રવ્યમાં નથી. જૈનદર્શન-વીતરાગમાર્ગ બહુ ઝીણો-સૂક્ષ્મ છે. દિગમ્બર દર્શનમાં જ આ વાત છે. આવી વાત બીજે કયાંય નથી. પ૯૯.
જેમ રોટલીના લોટને કેળવે છે તેમ એણે આત્માને જ્ઞાનથી કેળવવો જોઈએ. એને ભાવ-ભાસન થવું જોઈએ. ભગવાન કહે છે માટે નહિ પણ એને પોતાથી ભાવ ભાસવો જોઈએ કે હું આવો મહિમાવંત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com