________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૧૬૫ કરવો જોઈએ. ભલે હજા પહોંચી શકે નહિ પણ એના સંસ્કાર નાખવા જોઈએ જેથી પર તરફના વલણવાળા પોતાના ભાવને અનુમોદે નહિ. ૫૮૮.
પ્રશ્ન:- ધારણાજ્ઞાનથી આગળ વધાતું નથી તો કોના બળે આગળ વધાય છે?
ઉત્તર:- દ્રવ્યના બળે આગળ વધાય છે. જ્ઞાયકભાવ, ચૈતન્યભાવ, દ્રવ્યભાવ એના તરફ પહેલાં જોર જવું જોઈએ. પ૮૯.
પ્રશ્ન:- (પૂર્વના) પુણ્યથી મળતાં પૈસાને પાપ કેમ કહ્યું છે?
ઉત્તરઃ- પૈસાને દસ પ્રકારના પરિગ્રહમાં ગણેલ છે તે અપેક્ષાથી પાપ કહ્યું છે પણ ખરેખર તો પૈસા તે શેય છે, તેને મારા માને મમતા કરે તે પાપ છે અને તે પાપમાં પૈસા નિમિત્ત છે તેથી તેને પાપ કહ્યું છે. ૫૯).
પ્રશ્ન:- નિશ્ચયનય અને વ્યવહારનયને વિરોધ છે કે મૈત્રી છે?
ઉત્તર:- નિશ્ચયનય અને વ્યવહારનયને છે તો વિરોધ પણ સાથે રહે છે તે અપેક્ષાએ મૈત્રી પણ કહેવાય. સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનને સાથે રહેવામાં વિરોધ છે તેમ નિશ્ચય વ્યવહારને વિરોધ નથી. સાથે રહે છે તેથી મૈત્રી કહેવાય. પ૯૧.
પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિ મોક્ષ માટે પ્રયત્ન કરે કે મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે ?
ઉત્તર:- સમ્યગ્દષ્ટિ મોક્ષ માટે પ્રયત્ન કરે છે. પુરુષાર્થ કરે છે અને મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે એટલે કે એની દષ્ટિ દ્રવ્ય ઉપર છે. એટલે મુક્તિની પર્યાય આવવાની જ છે. પ૯૨.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com