________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ ]
[ પરમાગમસાર ગુણગુણીના ભેદની પણ આવશ્યકતા નથી. પ્રભુ! એક સમયમાં જે અનંતા ગુણોને ગળી ગયો છે-પી ગયો છે, એમાં જ્ઞાન-દર્શન-શ્રદ્ધા આદિનો ભેદ નથી અભેદની દૃષ્ટિ કરતાં ત્યાં ભેદ દેખાતો નથી ને જ્યાં ભેદ દેખાય છે ત્યાં અભેદષ્ટિ થતી નથી. સામાન્ય વસ્તુમાં શુભરાગ તો નથી. નિમિત્ત તો નથી પણ વિશેષ-ભેદ પણ નથી. તેથી ગુણીને ગુણના ભેદમાં જઈશ તો સમ્યગ્દર્શન નહિ થાય. આહાહા! આ તો ધીરાના કામ છે. ઉતાવળે આંબા ન પાકે! ૫૮૪.
*
ગુણી આત્માનો આ આનંદગુણ છે. જ્ઞાતા આત્મા છે ને જ્ઞાન એનો ગુણ છે એવા ભેદથી તો વિકલ્પ ઉઠશે અને એનાથી મને લાભ થશે એમ માને તો તેને મિથ્યાત્વ થશે. ૫૮૫.
*
પ્રશ્નઃ- જ્ઞાની તો દ્રવ્યદષ્ટિના જોરથી રાગને પુદ્ગલનો માને પણ જિજ્ઞાસુ રાગને પુદ્ગલનો માને તે બરાબર છે?
ઉત્તર:- જિજ્ઞાસુ પણ વસ્તુસ્વરૂપના ચિંતવન આદિમાં માને કે રાગ તે આત્માનો નથી, રાગ તે ઉપાધિભાવ છે, ૫૨ આશ્રયે ઉત્પન્ન થતો હોવાથી મારો નથી પુદ્દગલનો છે એમ માને. ૫૮૬.
*
પ્રશ્નઃ- રાગ તે પુદ્દગલ પરિણામ... પુદ્દગલ પરિણામ એમ કરીને રાગનો ડર રહે નહિ તો ?
ઉત્તર:- એમ હોય નહિ, રાગની રુચિ હોય નહિ, રાગની રુચિ છોડવા માટે રાગ તે પુદ્ગલ પરિણામ છે તેમ જાણે. શાસ્ત્રમાં સ્વછંદતા કરવા કોઈ વાત કરી નથી, વીતરાગતા કરવા કહ્યું છે. ૫૮૭.
*
ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જ ધર્મ થાય છે એમ પહેલાં નિર્ણય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com