________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૧૬૩ થવી જોઈએ-દ્રવ્ય ઉપર દૃષ્ટિની નજરબંધી થવી જોઈએ. મારે મારા સિવાય બીજા કોઈનો આશ્રય નથી-એમ ધ્રુવ ઉપર નજરબંધી થઈ જવી જોઈએ. ૫૮૦.
આ સત્યને પ્રકાશમાં મૂકતાં અસત્યનાં આગ્રહવાળાને દુઃખ થાય. પણ ભાઈ ! શું કરીએ? અમારો ઉદય એવો છે એથી સત્ય વાત બહાર મૂકવી પડે છે. એથી વિરુદ્ધ શ્રદ્ધાવાળાને દુઃખ થાય તો અમને માફ કરજો. ભાઈ ! કોઈ જીવને દુઃખ થાય તે કેમ અનુમોદાય? મિથ્યા શ્રદ્ધાનાં દુઃખ ચાર ગતિનાં બહુ આકરાં છે. એ દુઃખની અનુમોદના કેમ થાય ? અરે ! દરેક જીવો ભગવાન સ્વરૂપ છે ને પૂર્ણાનંદરૂપે પરિણમીને ભગવાન થાઓ! કોઇ જીવ દુઃખી ન થાઓ. ૫૮૧.
અરે પ્રભુ! તું આનંદસ્વરૂપ ભગવાન છો. તને દુ:ખ શોભે નહિ પ્રભુ! અરે ! તમે બધા ભગવાન છો તમને દુઃખ શોભે નહિ. પર્યાયમાં કૃત્રિમ વિકાર થાય છે એની દષ્ટિ છોડી દે તો તું પર્યાયમાં ભગવાન થઈ જઈશ. અરે પ્રભુ! આવો અવસર કયારે મળે? એક સમયની પર્યાયની દ્રષ્ટિથી અનંતકાળ દુ:ખમાં ગયો ને અનાદિ સત્તાવાળો પ્રભુ પડ્યો રહ્યો. આ સાધારણ વાત નથી, મૂળ વાત છે. સહજ અંદરથી આવ્યું છે. પ૮૨.
પરચીજ તો દૂર રહી. શરીર-વાણી-મન-સ્ત્રી-પુત્ર-પૈસા. અરે! દેવ-શાસ્ત્ર-ગુરુ તો દૂર રહ્યા પણ જે એક સમયની પર્યાય છે તેમાં જે મૂઢ છે, ત્રિકાળી આનંદમૂર્તિ પ્રભુની દૃષ્ટિ ન કરીને જે એક સમયની પર્યાયની દષ્ટિ છે તે ભવભ્રમણનું કારણ છે. એ ભાવમાં ભવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. ૫૮૩.
તું જિનસ્વરૂપ જ છો પ્રભુ! એ જિનસ્વરૂપની દષ્ટિ કરવા માટે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com