________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨]
[ પરમાગમસાર કષાય છે તેટલું દુઃખનું વેદન પણ છે. દુઃખનું વેદન નથી એ તો શ્રદ્ધાના જોરની અપેક્ષાએ કહ્યું છે કે જ્ઞાની રાગનો વેદક નથી, પણ જ્ઞાયક છે. એક બાજુ, એમ કહે કે ચોથાગુણસ્થાને બંધન છે જ નહિ અને વળી કહે કે ચૌદમાં ગુણસ્થાન સુધી સંસારી છે. જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે સમજવું જોઈએ. પ૭૬.
અરે પ્રભુ! તું સ્વભાવે પરમેશ્વર છો. તારી વિરુદ્ધની વાતો કરતાં શરમ આવે છે! અનાદર નથી આવતો. કયાં તારી શુદ્ધતા અને કયાં આ વિકારી ભાવ-મિથ્યાત્વ-સંસાર! અરે! કયાં લીંબડામાં અવતાર! નિગોદમાં
અવતાર! અરે! તું ભગવાન સ્વરૂપ! ભગવાન તું કયાં ગયો! તારો વિરોધ નથી પ્રભુ! તારાથી વિરુદ્ધભાવનો વિરોધ છે. પ૭૭.
ખરેખર તો આવો અવસર મળ્યો છે એમાં પોતે પોતાનું કરી લેવા જેવું છે. દુનિયાની આલોચના કરવા જશે તો પોતાનું ખોશે! પોતે પોતાની ભૂલ ટાળવાની છે. વસ્તુસ્વરૂપ સમજીને ભૂલ ટાળે તો ભગવાન થઈ જાય. પ૭૮.
જ્ઞાનીને પણ રોગ આકરાં આવે, ઇન્દ્રિયો મોળી પડી જાય. બહારથી ઇન્દ્રિયો કામ ન કરે, બહારમાં અસાધ્ય જેવું લાગે પણ અંદરમાં અસાધ્ય નથી. પ૭૯.
જીવને સંસારનું એક સમય પણ વિસ્મરણ થયું નથી. (જો) એક સમય પણ વિસ્મરણ થાય તો એના હિતની શરૂઆત થાય. જેની સત્તાનો કદી વિરહ નથી, જેની સત્તાની કદી અપૂર્ણતા થઈ નથી. જેની સત્તા કોઈથી દબાઈ નથી એવી જે ત્રિકાળ નિરાવરણ વસ્તુ છે, તેની નજરબંધી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com