________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૧૬૧ ઉત્તર:- ના. તેને ધારણામાં બધી વાતો આવે છે પણ અંતરમુખનો પ્રયત્ન કરતો નથી.
પ્રશ્ન - દ્રવ્યલિંગીની ભૂમિકા કરતાં સમ્યક સન્મુખની ભૂમિકા કાંઈક ઠીક છે?
ઉત્તર:- હા, દ્રવ્યલિંગી તો સંતોષાઈ ગયો છે અને સમ્યક સન્મુખવાળો તો પ્રયત્ન કરે છે. પ૭૩.
પ્રશ્ન:- અમારી કાળલબ્ધિ પાકી નથી એટલે સમ્યગ્દર્શન થતું નથી
ને ?
ઉત્તર- ના, ના, એમ નથી પણ તમારો પુરુષાર્થ નથી એટલે સમ્યગ્દર્શન થતું નથી. કાળલબ્ધિની ભાષા સાંભળીને ધારી લ્ય ને બોલે, એમ ન ચાલે. ભગવાને દેખ્યું હશે ત્યારે થશે એમ ધારી લેવાથી ન ચાલે. ભગવાને દીઠું એની પ્રતીતિ છે? ભગવાને દીઠું એનું યથાર્થ જ્ઞાન કરે, યથાર્થ નિર્ણય કરે એની દષ્ટિ તો દ્રવ્યસ્વભાવ ઉપર હોય અને તેની કાળલબ્ધિ પાકી જ હોય છે. પરના કાર્ય કરવામાં તો ઊંધો પુરુષાર્થ કરો છો અને તારા આત્મકાર્યમાં કાળલબ્ધિના બહાના કાઢી પુરુષાર્થ કરતો નથી તો સમ્યગ્દર્શન ક્યાંથી થાય? પ૭૪.
પ્રશ્નઃ- ધર્મી સાધક જીવ રાગનો વેદક છે કે જ્ઞાતા છે?
ઉત્તર:- સાધક જીવનું જ્ઞાન રાગમાં જાય છે તે દુ:ખને વેદે છે. જ્ઞાન જ્ઞાનમાં રહે છે તે સુખને વેદે છે. પ૭૫.
પ્રશ્ન:- જ્ઞાનીને તો દુ:ખનું વેદન છે જ નહિ ને? ઉત્તર:- જ્ઞાનીને પણ રાગ છે એટલે દુઃખ છે. જ્ઞાનીને જેટલો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com