________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦ ]
[પરમાગમસાર
રાગની-વિકલ્પની દષ્ટિ છૂટી ગઈ એને જૈન કહે છે. ૫૬૯.
*
પ્રશ્ન:- ત્રિકાળી દ્રવ્યનાં આશ્રયથી નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ થાય, તે જ સમયે હું આ આનંદને અનુભવું છું એવો ખ્યાલ આવે ?
ઉત્તર:- નિર્વિકલ્પ અનુભૂતિ કાળે આનંદનું વેદન છે પણ વિકલ્પ નથી. વિકલ્પમાં આવે છે ત્યારે ખ્યાલમાં આવે કે આનંદનો અનુભવ થયો છે પણ આનંદના અનુભવ કાળે આનંદ અનુભવું છું તેવો ભેદ નથી, વેદન, છે. ૫૭૦.
*
પ્રશ્ન:- ચોથા ગુણસ્થાને અનુભવ હોય કે એકલી શ્રદ્ધા હોય? ઉત્તર:- ચોથા ગુણસ્થાને આનંદના અનુભવ સહિત શ્રદ્ધાન હોય છે. પ્રશ્ન:- તત્ત્વાર્થ શ્રદ્ધાનને સમ્યક્ કહ્યું છે ચારિત્રને કહ્યું નથી ? ઉત્તર:- ચારિત્રની પર્યાય પાંચમા છઠ્ઠા ગુણસ્થાનેથી મુખ્યપણે ગણાય છે, ચોથાવાળાને સ્વરૂપાચરણચારિત્ર પ્રગટ થયું છે. ૫૭૧.
*
એકવા૨ ૫૨ને માટે તો મરી જવું જોઈએ. ૫૨માં મારો કાંઈ અધિકાર જ નથી. અરે ભાઈ! તું રાગને ને રજકણને કરી શકતો નથી એવો જ્ઞાતા-દષ્ટા પદાર્થ છો. એવો જ્ઞાતા-દષ્ટા સ્વભાવની દૃષ્ટિ કર. ચારે બાજીથી ઉપયોગને સંકેલીને એક આત્મામાં જ જા. ૫૭૨.
*
પ્રશ્નઃ- અગિયાર અંગધારી દ્રવ્યલિંગીની શું ભૂલ રહી જાય છે?
ઉત્તર:- સ્વસન્મુખ ષ્ટિ કરતો નથી, અતીન્દ્રિય પ્રભુની સન્મુખ દષ્ટિ કરતો નથી.
પ્રશ્નઃ- દ્રવ્યલિંગી સ્વસન્મુખનો પ્રયત્ન કરતો નહિ હોય ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com