________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updafes
પરમાગમસાર ]
[૧૫૯
જેને દ્રવ્યદૃષ્ટિ યથાર્થ પ્રગટ થઈ છે તેને દૃષ્ટિના જોરમાં એકલો જ્ઞાયક ભાસે છે. શરીરાદિ કાંઈ ભાસતું જ નથી. ભેદજ્ઞાનની પરિણતિ એવી દૃઢ થઈ જાય છે કે, સ્વપ્નમાં પણ આત્મા શરીરથી ભિન્ન ભાસે છે. દિવસે તો ભિન્ન ભાસે છે પણ રાત્રિમાં ઊંઘમાં પણ આત્મા નિરાળો જ ભાસે છે. સમ્યગ્દષ્ટિને ભૂમિકા અનુસાર બાહ્ય વર્તન હોય છે. પરંતુ બાહ્ય વર્તનમાં પણ કોઈપણ સંયોગોમાં એની જ્ઞાન વૈરાગ્ય શક્તિ કોઈ જુદા જ પ્રકારની રહે છે. બાહ્યથી ગમે તે પ્રસંગમાં સંયોગમાં જોડાયેલો દેખાય તોપણ જ્ઞાયક તો જ્ઞાયકપણે જ ભાસે છે. વિભાવથી ભિન્ન નિ:શંક જ્ઞાયકપણે નિઃશંક ભાસે છે. આખું બ્રહ્માંડ ફરી જાય તોપણ સ્વરૂપ અનુભવમાં નિઃશંકતા વર્તે છે. જ્ઞાયક ઉપર ચડીને ઊર્ધ્વરૂપે બિરાજે છે, બીજા બધા નીચે રહે છે. ગમે તેવા શુભભાવો આવે, તીર્થંકર ગોત્રનો શુભભાવ આવે તોપણ તે નીચે જ રહે છે. દ્રવ્ય દૃષ્ટિવંતને આવું અદ્દભુત જોર વર્તે છે. ૫૬૭.
*
ભગવાન આત્મા પૂર્ણાનંદથી ભરેલો સ્વભાવ છે, એ સ્વભાવના સાધન વડે કરીને એને મુક્તિ થાય છે. સ્વભાવના સાધન વડે તે સ્વભાવ જણાય છે. રાગથી ભેદ પાડતાં સ્વભાવનો આશ્રય લેતાં સમ્યક્ થાય છે. ૫૬૮.
*
જિનસ્વરૂપી ભગવાન આત્મા વીતરાગમૂર્તિ અંદર છે. બધા જીવો જિનસ્વરૂપે અંદર છે, પર્યાયમાં ફેર છે પણ વસ્તુમાં ફેર નથી. રાગની એકતા તોડીને જિનસ્વરૂપને જે દૃષ્ટિમાં લ્યે અને અનુભવે તે અંતર્ના જૈન છે, વેશમાં જૈનપણું નથી. બહારમાં કપડાં કાઢીને નગ્ન થઈને બેઠા માટે તે જૈનપણું છે, પંચમહાવ્રત પાળે માટે તે જૈનપણું છે, એમ નથી. જૈનપણું તો પરમાત્મા એને કહે છે કે વસ્તુ પોતે જિનસ્વરૂપ છે, વીતરાગમૂર્તિ અખંડાનંદ નાથ પ્રભુ છે એની જેને દૃષ્ટિ થઈ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com