________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updafes
પરમાગમસાર ]
[ ૧૫૭
ભાઈ! તું પંચમ કાળે ભરતક્ષેત્રે ને ગરીબ ઘરે જન્મ્યો છો એથી અમારે આજીવિકા આદિનું શું કરવું એમ ન જો! તું અત્યારે અને જ્યારે જો ત્યારે સિદ્ધ સમાન જ છો. જે ક્ષેત્રે ને જે કાળે જ્યારે જો ત્યારે તું સિદ્ધ સમાન જ છો. મુનિરાજને ખબર નહિ હોય કે આ બધા જીવો તો સંસારી છે? ભાઈ! સંસારી અને સિદ્ધ એ તો પર્યાયની અપેક્ષાથી છે. સ્વભાવે તો એ સંસારી જીવો પણ સિદ્ધ સમાન શુદ્ધ જ છે. ૫૫૯.
*
પ્રશ્નઃ- સમ્યગ્દષ્ટિ મનુષ્યને અશુભ રાગમાં આયુષ્ય બંધાય ?
ઉત્તરઃ- તેને અશુભરાગ આવે છે પણ અશુભરાગ કાળે આયુષ્ય બંધ ન થાય, કેમકે સમ્યગ્દષ્ટિ મનુષ્ય વૈમાનિક દેવમાં જાય છે તેથી શુભ રાગમાં જ આયુષ્ય બંધાય. ૫૬૦.
*
પ્રશ્ન:- આત્મ-અનુભવ થતાં પહેલાં છેલ્લો વિકલ્પ કેવો હોય ?
ઉત્તરઃ- છેલ્લા વિકલ્પનો કોઈ નિયમ નથી. રાગથી ભિન્નતા પૂર્વક શુદ્ધાત્માની સન્મુખતાનો પ્રયત્ન કરતાં કરતાં ચૈતન્યની પ્રાપ્તિ થાય છે. જ્યાં ત્રિકાળી જ્ઞાયક પ્રભુ તરફ પરિણતિ ઢળી રહી હોય, જ્ઞાયકધારાની ઉગ્રતા અને તીક્ષ્ણતા હોય ત્યાં છેલ્લો ક્યો વિકલ્પ હોય એનો કોઈ નિયમ નથી. પર્યાયને અંદર ઊંડાણમાં ધ્રુવ પાતાળમાં લઈ જાય ત્યાં ભગવાન આત્માની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શન થાય છે. ૫૬૧.
*
પ્રશ્ન:- મોક્ષનું કારણ સમભાવ છે. એ સમભાવ કરીએ તો મોક્ષ થાય ને?
ઉત્ત૨:- સમભાવ એટલે વીતરાગતા. એ વીતરાગતા દ્રવ્યને પકડે ત્યારે થાય. દ્રવ્યના આશ્રય વિના વીતરાગતા ન થાય. સમભાવનું કારણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com