________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ ]
[ ૫૨માગમસાર
પ્રશ્નઃ- અંતર્દષ્ટિ કરવામાં કળનું કામ છે કે બળનું ? ઉત્તર:- અંતર્દષ્ટ કરવામાં પુરુષાર્થનું કામ છે, સ્વ-સન્મુખના પુરુષાર્થથી થાય છે. ૫૫૫.
*
શક્તિઓનું વર્ણન કરવાનો હેતુ એ છે કે, બહારમાં તારા જ્ઞાન આનંદ સુખ શાંતિ નથી. અંદરમાં તારી શક્તિઓનાં નિધાન ભર્યા પડયા છે. ત્યાં દૃષ્ટિ કર અને બહારથી દષ્ટિ ઉઠાવી લે! અંદરમાં જ્ઞાન દર્શન આનંદ સુખ વીર્ય પ્રભુતા આદિ શક્તિઓથી જીવવું એ ધર્મી જીવનું જીવન છે. બહારના દેહાદિથી જીવવું એ ધર્મી જીવનું જીવન નથી, અંદરમાં અનંત શક્તિઓનો ભંડાર ભગવાન સહજાનંદની મૂર્તિ પડયો છે એના દૃષ્ટિવિશ્વાસે જીવવું એ ખરું જીવન છે. ૫૫૬.
*
પ્રશ્ન:- શ્રવણમાં પ્રેમ હોય તો મિથ્યાત્વ મંદ પડે?
ઉત્તર:- મિથ્યાત્વ ને અનંતાનુબંધી અનંતવા૨ મંદ પડયા પણ એ સમ્યગ્દર્શનનું કારણ નથી. મૂળ દર્શનશુદ્ધિ ઉ૫૨ જોર હોવું જોઇએ. ૫૫૭.
*
ભાઈ ! તું સત્ની ઊંડી જિજ્ઞાસા કર કે જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે. તારી મિત સવળી થઈને આત્મામાં પરિણમી જશે. સત્તા સંસ્કાર ઊંડા નાખ્યા હશે અને આ ભવમાં કાર્ય ન થયું તો બીજી ગતિમાં સત્ પ્રગટશે. સાતમી નરકના નારકીને વેદનાનો પાર નથી પણ અંદ૨માંથી પૂર્વ સંસ્કાર જાગૃત થતાં સમ્યગ્દર્શન પામી જાય છે. માટે સત્તા ઊંડા સંસ્કાર અંતરમાં રેડ. ભાઈ ઊંડાણથી સત્તા સંસ્કાર નાખ! ઉપર ઉ૫૨થી તો સંસ્કાર અનેકવાર નાખ્યા પણ ઊંડાણથી એકવાર યથાર્થ સંસ્કાર નાખ તો બીજી ગતિમાં પણ સમ્યગ્દર્શન પ્રગટ થશે. ૫૫૮.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com