________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
| [ ૧૫૫ કારણસમયસાર તે સ્વદ્રવ્યનો આધાર છે. ત્રિકાળી સહજજ્ઞાન ત્રિકાળી સહસ્જદર્શનાત્મક શુદ્ધ અંતઃતત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય છે, તેનો આધાર કારણ સમયસાર છે. એ કારણસમયસાર ઉપાદેય છે. પપ૧.
સંયોગી ચીજ વધે કે ઘટે માટે તારા ગુણમાં ફેરફાર થાય છે એમ નથી. તારો અવગુણ પણ તારામાં છે. તારી અવસ્થામાં અજ્ઞાન છે, તેથી એ અવસ્થા છોડયા વિના શરીરની ક્રિયાથી રાગાદિ ટળી જશે એમ નથી. પપર.
પ્રશ્ન:- આત્માના જુદા જુદા ગુણો ખ્યાલમાં આવે છે પણ અભેદ ખ્યાલમાં કેમ નથી આવતો?
ઉત્તર:- પોતે ખ્યાલમાં લેતો નથી એટલે આવતો નથી. અભેદને ખ્યાલમાં લેવો એ તો છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે. નિર્વિકલ્પ થાય ત્યારે અભેદ આત્મા ખ્યાલમાં આવે છે.
પ્રશ્ન - એ ખ્યાલમાં લેવો કઠણ પડે છે?
ઉત્તર:- ધી.. રે... ધી રે. પ્રયત્ન કરવો. મૂંઝાવા જેવું નથી. અનુભવમાં આવી શકે એવો છે માટે ધી.. રે.. ધી... રે.. પ્રયાસ કરવો, મૂંઝાવું નહિ. થઈ શકે એવું છે. આવા કાળે આવી ઊંચી વાત સાંભળવા મળી છે એ ઓછું છે? પપ૩.
પ્રશ્ન- અંતરદષ્ટિ કરવાનો ઉપાય શું?
ઉત્તર- અંતર્દષ્ટિ કરવાનો ઉપાય સ્વ-સન્મુખ થઇને અંતરમાં દષ્ટિ કરવી એ જ છે. સીધો અંતરમુખ થઈને વસ્તુને પકડે એ ઉપાય છે. પછી ઢીલાને વ્યવહારથી અનેક વાતો કહેવાય છે. સવિકલ્પ ભેદજ્ઞાનથી નિર્વિકલ્પ ભેદજ્ઞાન થાય એમ કથન આવે. ૫૫૪.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com