________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪]
[ પરમાગમસાર શેય-જ્ઞાનના ભેદજ્ઞાનથી શૂન્યપણાને લીધે શેયરૂપ પોતાને જાણતો થકો જ્ઞાનપણે પરિણમવાને બદલે અજ્ઞાનપણે પરિણમતો થકો, રાગાદિ શેય મારા છે એમ જાણતો થકો, અજ્ઞાની તેનો કર્તા થાય છે. અનાદિકાળથી
-શાયકની જુદાઈને નહીં જાણવાથી શયરૂપ પોતાને માનતો થકો, જ્ઞાનના પરિણામને અજ્ઞાનરૂપે કરતો થકો, વિકારનો કર્તા થાય છે. ૫૪૭.
જેને આત્માનો રસ લાગ્યો છે તેને બહારની આખી દુનિયામાં ક્યાંય અધિકતા લાગતી નથી. જેને બહારની મીઠાશ લાગે તેને આત્માની રુચિ-મહિમાં આવતો નથી. ૫૪૮.
પહેલી આ શરત છે કે મારે બીજી કોઈ ચીજ જોઈએ નહીં. મારે એક આત્મા જ જોઈએ એવો દઢ નિશ્ચય હોવો જોઈએ. દુનિયાની કોઈ ચીજ, પૈસા, આબરું આદિ કાંઈ નહીં પણ એક આત્મા જ મારે જોઈએ એવો દઢ નિશ્ચય થવો જોઈએ. ૫૪૯
ભાઈ ! મનુષ્યભવ મળ્યો છે તો આ કરી લે! બીજાં બધું મૂકી દે! ચિંતા મૂકી દે ને આ કરી લે. દુનિયા વખાણ કરશે એ કાંઈ હારે નહીં આવે, માટે બહારનું બધું મૂકીને આ કરી લે. પ૫૦.
પોતાની પર્યાય જે પરદ્રવ્યને સ્પર્શતી પણ નથી તેને તો એક બાજા રાખો પણ જે પોતાની પર્યાયના અસ્તિત્વમાં છે એ શાંતિ, આનંદ આદિની પર્યાયમાંથી નવી આનંદ આદિની પર્યાય આવતી ન હોવાથી પરદ્રવ્ય કહ્યું ને ત્રિકાળી ગુણોને સ્વદ્રવ્ય કહ્યું. કેવળજ્ઞાનની પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું, તો સ્વદ્રવ્ય કોણ?–કે ત્રિકાળી ગુણસ્વભાવ તે સ્વદ્રવ્ય. અનંત ગુણસ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું તો તેનો આધાર કોણ?–કે ત્રિકાળી એકરૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com