________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૧૫૩ એ વેદનની પર્યાય મુખ્ય જ છે. દ્રવ્ય વેદનમાં આવતું નથી, પર્યાય વેદનમાં આવે છે એ વેદનની પર્યાય મારે મુખ્ય છે. તેને તું ગૌણ કરી નાખ એ નહિ ચાલે નાથ ! પૂર્ણાનંદનો નાથ જ્યાં જાણ્યો અને અનુભવમાં આવ્યો એને ગૌણ નહીં થાય હો ! એ તો તને દ્રવ્યનું લક્ષઆશ્રય કરાવવા પર્યાયને ગૌણ કરી હતી પણ વેદન તો પર્યાયમાં મુખ્ય છે હો ! ભલે દ્રવ્યનો આશ્રય કરાવવા પરિણામને ગૌણ કર્યા પણ એ પરિણામ કયાં જતાં રહે? એ પરિણામ અતિરૂપ વેદાય તે ક્યાં જાય ! આહાહા ! આ તો આત્મા પોકાર કરે છે કે વીતરાગસ્વરૂપ જે મારું દ્રવ્ય છે તેનું લક્ષ કરતાં મને વીતરાગતા વેદનમાં આવે છે એ વેદન મને મુખ્ય છે. પ૪૪.
*
મુનિરાજ કહે છે કે અમે એ સંસારજનિત ભાવોમાં નથી. સ્ત્રીપુત્ર-પૈસા-ધંધો છોડયો માટે સંસાર છોડયો છે એમ નથી. પર્યાયમાં જે સંસારજનિત સુખ-દુઃખાદિ થાય તેનાથી દૂર વર્તે તેણે સંસાર છોડ્યો છે. જે ચીજ પ્રત્યક્ષ છે, પ્રગટ છે, મૌજૂદ છે. જેનું અસ્તિત્વ પર્યાયમાં નથી અને ધ્રુવમાં જેનું અસ્તિત્વ છે તેમાં જે નિષ્ટ (શ્રદ્ધાવાન) નથી તે આત્માથી ભ્રષ્ટ હોવાથી બહિરાત્મા છે. ૫૪૫.
આહાહા ! એક ભાવ જો યથાર્થપણે સમજવામાં આવે કે ભગવાન જ્ઞાનમય ચૈતન્યબિંબ છે. અતીન્દ્રિય આનંદમય છે. તેના પ્રેમમાં તેનાથી વિરુદ્ધ દુઃખ ને દુઃખફળનું એટલે કે કર્મચેતના ને કર્મફળચેતનાનું કરવું ને વેદવું હોતું નથી, એમ સમજવામાં આવે તો તેનો કેવળ જ્ઞાતા જ રહેએવી આ વાત છે. ૫૪૬.
ભગવાન આત્મામાં જ્ઞાન અવસ્થિત છે તેથી જે જે પ્રસંગ બને તે તે પ્રસંગે તેનું જ્ઞાન કરવાનું ટાણું હોવા છતાં તેનું જ્ઞાન કરવાને બદલે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com