________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર]
[ પરમાગમસાર થાય તો આગળ વધતો જાય અને પોતાનું કામ કરી લ્ય છે. ૫૪૦.
પ્રશ્ન- સૂક્ષ્મ ઉપયોગ એટલે શું?
ઉત્તર:- અંદર આત્મા ધ્રુવવસ્તુ પડી છે તેને પકડે તે ઉપયોગ સૂક્ષ્મ છે. પુણ્ય-પાપ પરિણામમાં રોકાય તે ઉપયોગ સ્થૂલ છે. ૫૪૧
પ્રશ્ન - ઉપયોગ સૂક્ષ્મ કેમ થાય?
ઉત્તર:- અંદરમાં આત્મવસ્તુ અચિંત્ય સામર્થ્યવાળી પડી છે તેની રુચિ કરે તો ઉપયોગ સૂક્ષ્મ થઈને અંદરમાં વળે છે. ૫૪૨.
પ્રશ્ન:- પર્યાય દ્રવ્યથી ભિન્ન છે તો અનુભૂતિ તે જ આત્મા છે તેમ કહ્યું છે ને?
ઉત્તર:- અનુભૂતિની પર્યાયમાં આત્મદ્રવ્યનું જ્ઞાન આવી જાય છે, દ્રવ્યનું સામર્થ્ય પર્યાયમાં આવી જાય છે, જેટલું દ્રવ્યનું સામર્થ્ય છે તે પર્યાયમાં જાણવામાં આવી જાય છે તે અપેક્ષાએ અનુભૂતિની પર્યાય તે જ આત્મા એમ કહ્યું છે. જો ધ્રુવ દ્રવ્ય ક્ષણિક પર્યાયમાં આવી જાય તો દ્રવ્યનો નાશ થઈ જાય તેથી દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. પણ દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવી જાય છે. તેથી અનુભૂતિને આત્મા કહ્યો છે. ૫૪૩.
સમયસાર ગાથા ૧૧ માં પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહી હતી, ત્યાં તો પર્યાયનો આશ્રય છોડાવવા પર્યાયને ગૌણ કરી અભૂતાર્થ કહી હતી. પણ પર્યાય સર્વથા નથી જ એમ નથી. અહીં ગાથા-૧૫માં તો જેમાં અબદ્ધસ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો તે પર્યાય મુખ્ય જ છે, તે પર્યાય જૈનશાસન છે. આહાહા ! મારું જે દ્રવ્ય વિકાર વિનાનું વીતરાગી તત્ત્વ છે એનું લક્ષ કરું છું ત્યાં પર્યાયમાં વીતરાગતા આવે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com