________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updafes
પરમાગમસાર ]
[ ૧૫૧
છીએ અને ન કરવું તેમ આપ કહો છો ?
ઉત્તર:- પરનું ન કરવું એમ નહિ, પણ પરનું કાર્ય કરી શકતો જ નથી. ન કરવું એમ નહિ પણ અહીં તો આત્મા શરીરાદિ પરદ્રવ્યનું કાર્ય કિંચિત્ માત્ર પણ કરી શકતો જ નથી. ૫રનું કરવાની એનામાં શક્તિ જ નથી છતાં પણ હું આખો દિવસ પરનાં કાર્ય કરું છું તેમ માનવું એ જ મિથ્યાત્વનું મોટું પાપ છે. ૫૩૭.
*
આત્મલક્ષ્મી તે જ સાચી લક્ષ્મી છે અને તે જ શાહૂકાર છે. જડની લક્ષ્મીવાળો તો પ૨ને પોતાનું માનતો હોવાથી ચોર છે. આત્મલક્ષ્મીનો મહિમા આવે તેને બીજા બધાનો મહિમા ઉડી જાય. ૫૩૮.
*
એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે તો નહિ પણ અડે પણ નહિ. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ થાય છે. આત્મા માત્ર જ્ઞાયક પરમાનંદ સ્વરૂપ છે. આ ભગવાન સર્વજ્ઞદેવનો દિવ્યધ્વનિનો પોકાર છે. આવી આધ્યાત્મની સૂક્ષ્મ વસ્તુ આ કાળે જેને અંદરમાં રુચિને પરિણમી જાય છે એવા જીવોને એક-બે-ચાર ભવ જ હોય, વધુ હોય નહિ–એમ શાસ્ત્રમાં આવે છે. કેમ કે આ કાળે કેવળી નથી, અવધિજ્ઞાની કે મન:પર્યયજ્ઞાની નથી. આશ્ચર્યના કા૨ણો ઇન્દ્ર આદિ દેવનું આવવું થતું નથી, ચક્રવર્તી આદિ ચમત્કારિક કોઈ ચીજ નથી, છતાં આ આધ્યાત્મનું સૂક્ષ્મ તત્ત્વ અંદરમાં રુચિ જાય છે એના ભાવ વિશેષ છે એથી એને ભવ વધુ હોય નહિ. ૫૩૯.
છે?
*
પ્રશ્નઃ- અંદરમાં ઉતરવા માટે રુચિની જરૂર છે કે બીજી કાંઈ ભૂલ
ઉત્તર:- અંદરમાં ઉતરવા માટે સાચી રુચિની જરૂર છે પણ એ રુચિ માટે બીજો ન કહી શકે પોતાથી નક્કી થવું જોઇએ, સાચી ચિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com