________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦]
[ પરમાગમસાર પર્યાયમાં રાગ થાય છે. પોતાનામાં જે નથી એવા પરનું નિમિત્તનું લક્ષ કરીને પર્યાયમાં રાગ કરે છે. જેમ ભગવાન આત્મા રાગને કરતો નથી તેમ નિમિત્ત પણ રાગને કરતું નથી પણ નિમિત્તના લક્ષે રાગ થાય છે. પ૩૪.
નિર્મળ અતીન્દ્રિય આનંદકંદ જેનો સ્વભાવ છે એવો ભગવાન પોતાથી વિકારનો અકારક છે. કેમકે અનંત ગુણમાં કોઈ ગુણ વિકાર કરે એવો છે જ નહીં. તેથી આત્મા સ્વત: દયા-દાનના પરિણામનો અકારક ઠરે છે. રાગાદિ થાય તો છે ને?—કે પરદ્રવ્ય ઉપર લક્ષ જાય છે માટે વિકાર થાય છે. જેમ સ્વદ્રવ્યનું લક્ષ કરે છે ત્યારે નિર્વિકારી પરિણમન થાય છે પણ તેને સ્વદ્રવ્ય કરતું નથી, પોતાના પક્કરકથી એ નિર્વિકારી પરિણમન થાય છે, તેમ પરદ્રવ્ય વિકારી પરિણમન કરાવતું નથી પણ સ્વતંત્રપણે પોતાના પકારકથી પરદ્રવ્યનું લક્ષ કરીને વિકારી પરિણમન થાય છે.
જો પરના નિમિત્તે વિકાર થાય એમ ન હોય તો આત્માને એકલાને વિકારનું કર્તાપણું આવી શકે અને આત્મા નિત્ય હોવાથી વિકારનું નિત્ય કર્તાપણું આવી પડતાં આત્માનો મોક્ષ જ થાય નહીં. તેથી એમ સિદ્ધ થયું કે આત્માના લક્ષે વિકાર થાય નહીં પણ સ્વદ્રવ્યનું લક્ષ છોડી પરદ્રવ્યનું લક્ષ કરે છે તેથી વિકાર થાય છે ને તેથી તે રખડે છે. પ૩૫.
જ્યારે નિમિત્તભૂત દ્રવ્યને છોડે છે એટલે કે નિમિત્તભૂત દ્રવ્યનું લક્ષ છોડે ત્યારે તેના લક્ષે થતાં વિકારીભાવને પણ લક્ષમાંથી છોડે છે. જ્યારે નિમિત્તભૂત દ્રવ્યને પ્રતિક્રમે છે ને પચખે છે ત્યારે નૈમિત્તિક ભાવનેવિકારને પ્રતિક્રમે છે ને પચખે છે. તેનું નામ ધર્મ છે. પ૩૬.
પ્રશ્ન:- અમે આખો દિવસ સવારથી સાંજ સુધી પરના કાર્ય કરીએ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com