________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updafes
પરમાગમસા૨ ]
[ ૧૪૯
લિંગનું એટલે કે ઉપયોગ નામના લક્ષણનું ગ્રહણ એટલે કે ૫૨થી હરણ થઈ શકતું નથી. જે આત્મા આનંદનો નાથ પ્રભુ, જ્ઞાનનો સાગર, ધ્રુવ ભગવાન ચૈતન્યમય પ્રભુ છે તેના અવલંબને જે ઉપયોગ પ્રગટયો તે ઉપયોગને, તાકાત નથી દુનિયામાં કોઇની કે કોઇ તેને હરી શકે, લૂંટી જાય, નાશ કરી શકે, ચોરી કરી જાય. ૫૩૧.
*
ચારિત્રની પર્યાય ભલે હીણી થઈ ગઈ છતાં ત્યાં રાગથી ભિન્નપણાનો જે ઉપયોગ (પરિણમન) જ્ઞાનને લક્ષ થયો તે ઉપયોગમાં હીનપણું (નાશ થવું) થતું નથી. એ ઉપયોગ તો સ્વર્ગમાં સર્વાર્થસિદ્ધિમાં જાય ત્યાં પણ સાથે જ જાય છે. સ્વના આશ્રયે પ્રગટેલો જે ઉપયોગ છે તે, ચારિત્રવંત હોય ને ચારિત્ર ખલાસ થઈ જાય છતાં તેને કાંઈ હીનપણું થતું નથી. કર્મ મને ઢાંકી દે એમ તો નહિ પણ બીજા ગુણની પર્યાય હીણી થઈ માટે આ ઉપયોગ હણાઈ જાય-એમ પણ નથી. ૫૩૨.
*
ભગવાન આત્મા પોતાથી વિકારનો અકારક જ છે. કેમ કે દ્રવ્ય ને ગુણ તો ભગવત્ સ્વરૂપ જ છે, તેથી તે વિકારનો કર્તા કેમ થાય ? તેથી પોતે પોતાથી તો રાગાદિનો અકારક જ છે. જો એમ ન હોય તો પ્રત્યાખ્યાન ને પ્રતિક્રમણનો જે (બે પ્રકારનો ) ઉપદેશ છે તે નિરર્થક બને. નિમિત્ત-નૈમિત્તિક સંબંધે રાગાદિ અદ્ધરથી ઊભા થાય છે પણ વસ્તુમાં નથી માટે તો તેને છોડવાનો ઉપદેશ કર્યો છે. ૫૩૩.
*
પરથી પાછું હઠવું ને ભવિષ્યમાં ૫૨માં જોડાવું નહીં એવો જે ઉપદેશ છે એ એમ બતાવે છે કે આત્મા સ્વભાવથી રાગાદિકનો અકારક છે. જેમ ભગવાન જ્ઞાયકસ્વરૂપી પ્રભુ રાગને કરતો નથી તેમ પરથી– નિમિત્તથી પણ રાગ થતો નથી, પરંતુ પોતાનું લક્ષ છોડીને ૫૨ના લક્ષે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com