________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮]
ગમસાર
આત્મધ્યાન સિવાયનું બીજાં બધું ઘોર સંસારનું મૂળ છે. એક જ્ઞાનસ્વરૂપ પ્રભુને ધ્યેય બનાવીને ધ્યાન કરવું એ સિવાય બીજું બધું એટલે કે શુભ ને અશુભભાવ ઘોર સંસારનું મૂળ છે. દયા-દાન આદિના રાગથી પણ ભિન્ન આત્માનું ધ્યાન-એ સિવાયનો જે કોઇ વિકલ્પ તે ઘોર સંસારનું મૂળ છે. પર૭.
(સહજ તત્ત્વ) અંતર પડ્યા વિના, કર્મના વિપ્ન વિના, રાગના વિઘ્ન વિના નિરંતર સુલભ છે. સહજ તત્ત્વના સતત અભ્યાસે સુલભ છે. ભગવાન આત્મા ચૈતન્ય પ્રકાશનું પૂર છે. આવી મહિમાવંત ચીજનો મહિમા લાવીને અંદર ઉતરતો નથી ને બહારની ચીજમાં અટવાઇ ગયો છે. પ૨૮.
ધર્મી જીવે સહજ તત્ત્વ ઉપર દષ્ટિ દીધી છે તેને તે વીતરાગતાનું ઘર છે. વીતરાગમૂર્તિમાંથી વીતરાગતા આવે છે. જેના ઘરમાં રાગ નથી પણ સમતાથી ભરેલું ઘર છે, તેના ઉપર દષ્ટિ દેતાં તેમાંથી સમતા પ્રગટે છે. આત્મામાં તો એકલી વીતરાગતા ભરી છે. તેમાં જેણે નજર કરી છે, તેને તો તે વીતરાગતાનું ઘર છે. તેમાંથી તેને-સમ્યગ્દષ્ટિઓને સમતા પ્રગટે છે. પર૯.
(આત્માને) ચેતનાગુણમય લીધું છે કેમ કે જ્ઞાનની પર્યાયનો અંશ પ્રગટ છે. તેથી ચેતનાગુણમય ત્રિકાળ છે એમ લીધું. આનંદનો અંશ તો
જ્યારે સ્વભાવનો આશ્રય લે ત્યારે પ્રગટે પણ ચેતનાનો પર્યાય જે છે તે તો અજ્ઞાનીને પણ વિકાસનો અંશ છે તેથી એમ કહ્યું કે, ચેતના ગુણમય આખો ભગવાન આત્મા છે. અંતર નજર કરતાં ચેતના...ચેતના...ચેતના.... સ્વભાવ જેનો અનંત અને અપરિમિત સ્વભાવ છે, એ ચેતનાગુણ ઉપર દષ્ટિ આપતાં રાગથી ભિન્ન પડે, તે એનું સાધન છે. પ૩).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com