________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૧૪૭ ઉત્તર:- સંસારમાં શુભાશુભ ભાવો છે તે દુઃખરૂપ છે, એના ફળમાં ચારગતિ મળે છે. તેમાં અનેક પ્રકારનાં દુ:ખો ને આકુળતા છે એમ એને અંદરથી લાગવું જોઇએ. શુભાશુભભાવ દુઃખરૂપ જ છે એમ લાગે તો સંસારનો થાક લાગે. પર૩.
ભગવાન સર્વજ્ઞના મુખારવિંદથી નીકળેલી વીતરાગી વાણી પરંપરા ગણધરો અને મુનિઓથી ચાલી આવી છે. એ વીતરાગી વાણીમાં કહેલાં તત્ત્વોનું સ્વરૂપ વિપરીત અભિનિવેશ રહિત જેને બેઠું છે એ ભવ્ય જીવના ભવ નાશ થઈ જાય છે. એને ભવ રહે જ નહીં. ભગવાનની વાણી ભવનો ઘાત કરનારી છે, એ જેને બેસે છે એ જીવની કાલલબ્ધિ પણ પાકી ગઈ છે. પ૨૪.
જેને ભગવાનની વાણીમાં કહેલાં તત્ત્વો બેઠાં તેને ભવિ છું કે અભવિ એવી શંકા રહે જ નહીં. તે ભવિ જ હોય અને એને એવો નિ:શંક નિર્ણય થઈ જાય કે હું ભગવાન છું. ભગવાન સ્વરૂપ છું ને અલ્પ કાળમાં ભગવાન થઈ જવાનો છું- એમ પાકો નિર્ણય આવી જાય. કેટલાક તત્ત્વોની વાતો કરે પણ અમે ભવિ છીએ કે અભવિ એની અમને ખબર ન પડે. કેવળી ભગવાન જાણે એવી શંકામાં પડ્યા હોય! તેને ભગવાનની વાણીમાં આવેલાં તત્ત્વોનું સ્વરૂપ અંદરમાં બેઠું જ નથી. પર૫.
સમ્યજ્ઞાનનું આભૂષણ એવું જે પરમાત્મતત્ત્વ તેમાં દયા-દાન આદિના વિકલ્પોનો સમૂહું નથી. આવા આત્માને અંદર ઓળખવો, ઓળખીને શ્રદ્ધા કરવી તેનું નામ ધર્મ છે. સમસ્ત વિકલ્પો એટલે કે દયાદાન આદિનો રાગ કે ગુણ-ગુણીના ભેદનો રાગ, જ્ઞાનથી શોભતા આત્મતત્ત્વમાં નથી. પર૬.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com