________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ [ ૧૪૫ વાત કરવી. પાતાળ કૂવામાં જેમ પાણી ઊંડેથી ફાટીને બહાર આવે તેમ લક્ષના કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે જ્ઞાનના પાતાળ કૂવામાંથી શેરડા-ફૂવારા ફાટે છે. પ૧૬.
ક્રમબદ્ધપર્યાયનો સિદ્ધાંત એ તો સર્વ આગમના મંથનનો સાર છે. આ વાત અહીંથી (. ગુરુદેવથી) બહાર આવી છે. એ પહેલા આ વાત હિંદુસ્તાનમાં કયાંય ન હતી. ક્રમબદ્ધ એ પરમ સત્ય છે. જે કાળે જે થવાનું છે તે જ થશે. તેને ઇન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ ફેરવવા સમર્થ નથી ક્રમબદ્ધમાં (જ્ઞાયકપણું) અકર્તાપણું સિદ્ધ કરે છે. આના સંસ્કાર પાડયા હશે તે સ્વર્ગમાં જશે ને ત્યાંથી સમકિત પામશે. પ૧૭.
પ્રશ્ન – એક બાજુ પર્યાય ક્રમબદ્ધ કહો છો અને બીજી બાજુ પર્યાય ઉપરથી દષ્ટિ ઉઠાવવાનું કહો છો?
ઉત્તરઃ- પર્યાય ક્રમબદ્ધ થાય છે એમ જાણે તો પર્યાયનું કર્તૃત્વ છૂટીને અકર્તા સ્વભાવી દ્રવ્ય ઉપર દૃષ્ટિ જાય છે. ક્રમબદ્ધ ઉપર દષ્ટિ રાખીને ક્રમબદ્ધનો નિર્ણય નથી થતો. દ્રવ્ય ઉપર દષ્ટિ કરે ત્યારે ક્રમબદ્ધનો સાચો નિર્ણય થાય છે. ક્રમબદ્ધ છે એ તો સર્વજ્ઞતાનો પ્રાણ છે. ૫૧૮.
પ્રશ્ન:- યોગસારમાં પુણ્યને પણ પાપ કેમ કહ્યું છે?
ઉત્તરઃ- પુણ છે તો શુભરાગ પણ તે સ્વરૂપથી પતિત કરે છે તેથી ત્યાં કહ્યું છે કે પાપને તો પાપ જગ સહુ કહે પણ અનુભવી જીવ પુષ્યને પણ પાપ કહે છે. જયસેન આચાર્યે પણ કહ્યું છે કે પુણ્ય છે તે અશુભથી બચાવે છે પણ શુદ્ધ સ્વરૂપથી પછાડે છે–પતિત કરે છે. તેથી પુણ્યને પણ પાપ કહ્યું છે. પાપનો અધિકાર છે છતાં તેમાં પુણ્યને પાપ કહ્યું છે. અહીં તો જેને આત્માનું હિત કરવું હોય તેની વાત છે. બાકી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com