________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪]
ગમસાર ત્રિકાળી નાથની સત્તાનો સ્વીકાર વીતરાગ ભાવે થયો એ ભાવ ક્યાંય ચાલ્યો જતો નથી. અનુભવ તો અનુભવના વેદનમાં જ રહે છે. પરિણામને ગૌણ કહ્યું. એ તો લક્ષની અપેક્ષાએ ગૌણ કહ્યું, અનુભવની અપેક્ષાએ ગૌણ નહીં. અનુભવની અપેક્ષાએ એ જ મુખ્ય છે. કારણ કે દ્રવ્યનો અનુભવ થતો નથી. મારું વીતરાગી તત્ત્વ છે તેનું જ્યાં હું લક્ષ કરું છું. ત્યાં તો વીતરાગી દશા પ્રગટ થાય છે –એ જ મારે મુખ્ય છે. વેદનમાં આવે એ જ મારે મુખ્ય છે. લક્ષની અપેક્ષાએ ભલે ગૌણ કર્યું. પણ જે આ વેદન છે તેને ગૌણ કરીશ એ નહીં ચાલે. પૂર્ણાનંદના નાથને તે જાણ્યો ને વેદનમાં આવ્યો એ વેદનને તું ગૌણ ન કરીશ હોં! એ તો લક્ષ કરાવવાની અપેક્ષાએ તને ગૌણ કહ્યું પણ મુખ્ય તો એ જ છે. જે આનંદ પોતાને પ્રત્યક્ષ વેદાય એ મુખ્ય છે. પ૧૪.
ઉપયોગ નામનું લક્ષણ કહ્યું. કોનું લક્ષણ કહ્યું?-કે જીવનું, આત્માનું હવે આત્માનું જે લક્ષણ છે તે નિમિત્તને અવલંબને થાય એ લક્ષણ જ નથી. ભાઈ ! આ તો ધીરા થઈને સમજવાની વાત છે. આત્માનું લક્ષણ ઉપયોગ છે, લક્ષ આત્મદ્રવ્ય છે. હવે એ ઉપયોગ નામના લક્ષણ વડે જે લક્ષણ લક્ષને જાણે એવા લક્ષણમાં પરશયને જાણવાનું જે અવલંબન થાય તે ઉપયોગ જીવનો નહિ. પ૧૫.
કેટલાક લોકો હજી શુભરાગને મોક્ષમાર્ગ માને છે તેને કહે છે કે પ્રભુ! તું કયાં ગયો? શું કરે છે? અહીં તો પરલક્ષવાળું જ્ઞાન એ જીવનું નહિ તો પરલક્ષવાળો રાગ છે તે જીવને લાભ કરે એ વાત તો કયાંય રહી ! અરે પ્રભુ શું કરે છે આ! સાંભળવા મળ્યું નથી. અરે! એની પ્રભુતા એની ચમત્કૃતિ શક્તિઓ! અને ચમત્કૃતિ એની પર્યાયો!! એની એને ખબર નથી. આવો જે ભગવાન આત્મા એની ઊંડપની શી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com