________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updafes
પરમાગમસાર ]
[૧૪૩
અઠ્ઠાવીસ મૂળગુણ ચોક્ખા ન હોય ને છેદાય એને સાધુ કહેવાય નહિ, દ્રવ્યલિંગી પણ કહેવાય નહિ–એવી સત્ય પ્રરૂપણાથી કોઇને દુઃખ થાય એમ ન હો! ભાઈ! બાપુ! ઘાંસનું તણખલું જરા વાગે તોપણ દુ:ખ થાય તો મિથ્યા શ્રદ્ધાના કેટલા દુઃખ તને થાય! એ કેમ અનુમોદાય ? સૌ આત્માને શાંતિ... શાંતિ... શાંતિ થાવ. અહીં અમારે તો કોઇનો વિરોધ નથી. કોઈ અમારો વિરોધ કરતું નથી. બધા આત્મા દ્રવ્યસ્વભાવે તો સાધર્મી છે. વિરોધતાનો ભાવ પોતાને નુકશાન કરે છે. બીજાને નહિ અને અવિરોધતાનો ભાવ પણ પોતાને લાભ કરે છે. બીજાને નહિ. આહાહા! આત્મા તો સર્વથી ઉદાસ.. ઉદાસ... ઉદાસ છે. ૫૧૧.
*
જ્ઞાયકભાવ છે તે શુભાશુભભાવે થતો નથી. જે જ્ઞાયકભાવ છે તે જડભાવે થતો નથી. જાણનાર ચૈતન્યતત્ત્વ, નહીં જાણનાર એવા પુણ્યપાપતત્ત્વરૂપે થતું નથી.-એમ કહીને કહેવું છે કે તું આત્માનો અનુભવ કરી શકીશ કેમ કે જ્ઞાયકભાવ છે તે જડરૂપે થયો નથી. ભલે રાગાદિ અનાદિના હો પણ આત્મા તે-રૂપે કદી થયો નથી ને થશે નહીં તેથી તેનો તને અનુભવ થઈ શકશે. ૫૧૨
*
પર્યાય ગૌણ થઈ જાય છે તેનો અર્થ વીતરાગતાનો અનુભવ ગૌણ થઈ જાય છે એમ નહીં. ગૌણ થઈ એટલે વીતરાગતા પર્યાયમાં ન આવી કે વીતરાગતા પર્યાયમાં ન થઈ માટે ગૌણ થઈ ગઈ એમ નહીં. ફક્ત લક્ષની અપેક્ષાએ ગૌણ કહ્યું. વીતરાગી પર્યાયનું લક્ષ વીતરાગી પર્યાય ઉ૫૨ નથી, માટે ગૌણ કહ્યું. વીતરાગી પર્યાય થઈ તેના ઉપર લક્ષ નહીં પણ ધ્રુવ ઉપ૨ લક્ષ છે. અપરિણામી એ પરિણામમાં આવતું નથી છતાં એ પરિણામમાં અપરિણામીનું જ્ઞાન ને વીતરાગતા આવે છે. ૫૧૩
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com