________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updafes
૧૪૦ ]
[ પરમાગમસાર કલ્યાણમય છો કે તારામાં ધ્યાન કરવાનું કહેતા પણ લજ્જા આવે છે. ૫૦૧.
*
આહાહા ! દિગમ્બર સંતોની વાણી તો જુઓ, મારફાડ કરતી ત્રિકાળી ચૈતન્યતત્ત્વને બતાવે છે. આહાહા, શુદ્ધનય ધ્યાન કરવાનું પણ કહેતો નથી. શુદ્ધનય પર્યાયને કબૂલતો નથી એ તો સદાય આનંદસ્વરૂપ શુદ્ધ પરમાત્મતત્ત્વને જ સ્વીકારે છે. આહાહા, ભાઈ તારા પૂર્ણ પ્રભુની વાત તો જો. ૫૦૨.
*
દુનિયાની વાતનો ૨સ જેને હોય તેને આ વાત બેસવી કઠણ લાગે છે અને જેને આ વાતનો રસ લાગી જાય છે તેને બીજામાં રસ લાગતો જ નથી. એમ જેને ઇન્દ્રિયજ્ઞાનથી રસ ચડયો છે તેને અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું નથી. જેમ રાગ એ વ્યભિચાર છે તેમ ઇન્દ્રિય જ્ઞાનનો રસ એ વ્યભિચાર છે. ૫૦૩.
*
અધ્યવસાનના ત્યાગ માટે ૫૨દ્રવ્યનો ત્યાગ કરવા કહ્યું છે. ૫રના ત્યાગથી અધ્યવસાનનો ત્યાગ થતો નથી પણ અધ્યવસાનનો ત્યાગ કરાવવા ૫૨નું લક્ષ છોડાવવા જ્યાં પરનો ત્યાગ કરવા કહ્યું છે ત્યાં ૫૨ના આશ્રયનો ત્યાગ કરાવવો છે. કેમ કે અધ્યવસાનને પરદ્રવ્યનો આશ્રય છે. તે આશ્રયનો ત્યાગ કરાવવા બાહ્ય ત્યાગની વાત કરી છે. પરંતુ જેની દષ્ટિ બાહ્ય ત્યાગ ઉપર પડી છે તે તો મિથ્યાદષ્ટિ છે. (મિથ્યાત્વનું પોષણ કરનાર છે.) ૫૦૪.
*
પ્રશ્નઃ- રાગ અને આત્માની સૂક્ષ્મ સંધિ દેખાતી નથી, બીજા વિચારો આવ્યા કરે છે તો પ્રજ્ઞાછીણી કેમ મારવી?
ઉત્તર:- પોતે ઊંધો પુરુષાર્થ કરે છે તેથી બીજા વિચારો આવ્યા કરે છે. પુરુષાર્થ કરીને ઉપયોગને સ્વભાવ સન્મુખ સૂક્ષ્મ કરે તો આત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com