________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૪૧
પરમાગમસાર] અને બંધની સંધિ દેખાય અને જુદા પાડી શકે છે. ૫૦૫.
કોઈ છરી લઈને મારવા આવે તો ડર લાગે, સર્પને દેખે તો ડર લાગે, વીંછીને દેખે તો ડર લાગે, શત્રુને દેખે તો ડર લાગે. આકરા રોગને દેખે તો ડર લાગે પણ જે અનંતા ભવ કરાવનાર છે એવા મિથ્યાત્વભાવનો એને ડર લાગતો નથી. એ ડર લાગે તે સ્વભાવનું શરણ શોધવા જાય. ૫૦૬.
સમ્યજ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મતત્ત્વ સમસ્ત વિકલ્પ સમૂહથી સર્વતઃ મુક્ત છે. અનેક પ્રકારના વિકલ્પનો સમૂહ તે સમ્યકજ્ઞાનના આભૂષણ એવા પરમાત્મતત્ત્વમાં-ત્રિકાળી તત્ત્વમાં નથી. સર્વનય સંબંધી અનેક પ્રકારના વિચારો એ પણ પ્રપંચ છે. એ પણ ત્રિકાળી પરમાત્મતત્ત્વને વિષે નથી. એ વિકલ્પો નથી એ તો ઠીક પણ શુદ્ધ પર્યાયોની શ્રેણી–નિર્મળ પર્યાયની ધારારૂપ ધ્યાનાવલી એ પણ પરમાત્મતત્વમાં નથી. ધ્યાનાવલીનું જે ધ્યેય છે એવા પરમાત્મતત્વમાં ધ્યાનની પરિણતિરૂપ પર્યાયોધ્યાનાવલી નથી. ભાઈ ! તું તો સદાય આવો પરમાત્મસ્વરૂપ જ છો. ૫૦૭.
ધ્યાન તે પર્યાય છે અને ધ્યેય તે દ્રવ્ય છે એવા અનેક પ્રકારના વિકલ્પોવાળું શુભ તપ છે. એ પણ કલ્પનામાત્ર રમ્ય છે. ધ્યાનમાં અનેક પ્રકારની કલ્પના કરે કે આ દ્રવ્ય છે, આ પર્યાય છે, આત્મા આવો છે, આવો છે-એમ અનેક પ્રકારથી કલ્પના કરે તે પણ કલ્પનામાત્ર રમ્ય છે. આહાહા, આચાર્યદેવ નિયમસારમાં કહે છે કે આ શાસ્ત્ર મેં મારા માટે બનાવ્યું છે. તમારે સમજવું હોય તો સમજો. વસ્તુસ્થિતિ તો આવી છે કે આત્મધ્યાન સિવાયનું બીજું બધું જે કાંઈ શુભાશુભ ભાવો છે તે બધાયા ઘોર સંસારનું મૂળ છે. આવું જાણીને જે બુદ્ધિમાન પુરુષો છે તે સહજ પરમાનંદરૂપી પીયુષના પુરમાં લીન થઈ સહજ એક પરમાત્મસ્વરૂપનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com