________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[૧૩૯ એનું જોર પૂર્ણવસ્તુ ઉપર છે. વચ્ચે વિકલ્પ આવ્યો પણ એનાથી તરતો... તરતો તરતો છે. ૪૯૭.
ગમે તેવી કટોકટીમાંથી પોતાના જ્ઞાન-ધ્યાનનો સંયમ ખેંચીને કાઢી લેવો. અમૂલ્ય જીવન ચાલ્યું જાય છે. અનેક પ્રકારની પ્રતિકૂળતા આવી પડે. પુત્રાદિનું મરણ થાય. શરીરમાં રોગ આકરા આવી પડે, અન્ય અનેક પ્રકારની પ્રતિકૂળતા આવી જાય તો પણ પોતાના જ્ઞાન-ધ્યાનનો સમય કાઢી લેવો, જીવન વ્યર્થ જવા ન દેવું. ૪૯૮.
પ્રશ્નઃ- પર્યાય તે સમયની સત્ છે. નિશ્ચિત છે, ધ્રુવ છે, તેમ કહેવાનું શું પ્રયોજન છે?
ઉત્તર:- પર્યાય તે સમયની સત્ છે. નિશ્ચિત છે, ધ્રુવ છે તેમ બતાવીને તેના ઉપરનું લક્ષ છોડાવી ધ્રુવ દ્રવ્ય ઉપર લક્ષ કરાવવાનું પ્રયોજન છે. ૪૯૯.
પ્રશ્ન- સમ્યગ્દર્શન નહીં થવામાં ભાવજ્ઞાનની ભૂલ છે કે આગમજ્ઞાનની ભૂલ છે?
ઉત્તર:- પોતાની ભૂલ છે. સ્વ તરફ નહિ વળતાં પર તરફ રોકાય છે એ જ એની ભૂલ છે. છતી શક્તિ છે તેને અછતી કરી હતી તે તેની ભૂલ છે. એ છતી શક્તિને છતી કરીને જોતાં–દેખતાં એ ભૂલ ટળે છે. (એ રીતે ભાવજ્ઞાનની ભૂલ છે.) ૫OO.
અરે ભાઈ સાંભળ...સાંભળ...અમે તો આત્માને જોઈને વાત કરીએ છીએ. ભગવાન આત્મા સદાય આનંદમય, સદાય વીર્યમય, સદાય શિવમય એવું પરમાત્મતત્ત્વ છે તેના વિષે દયા-દાન આદિ કરવાનું કહેતા તો લજ્જા આવે છે. અરે, તું એવડો મોટો પરમાત્મસ્વરૂપ સદાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com