________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮ ]
[ પરમાગમસાર ખરા જિજ્ઞાસુ જીવને અંદર ઊંડે જ્ઞાનની કાંઈક ભૂલ રહી ગઈ હોય તોપણ એને ખાસ જિજ્ઞાસા હોવાથી એને ટાળી નાખશે. ખરા જિજ્ઞાસુને સ્વભાવની લગનીના બળે, જ્ઞાનની કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે નીકળી જાય છે. જ્ઞાયકભાવને પકડવાની ખાસ ભાવના છે તેને કોઈ અટકાવવાના પ્રકારની ગંધ રહી ગઈ હોય તો તે લગનીના બળે નીકળી જાય છે. ૪૯૩.
પ્રશ્ન:- બધા શાસ્ત્રોનો સાર સ્વસમ્મુખ થવાનું કહે છે તો બધા શાસ્ત્રો વાંચવાની શું જરૂર છે? સ્વસમ્મુખ થવાનો જ પ્રયત્ન કરીએ?
ઉત્તર:- સ્વસમ્મુખ થવાનો જ પ્રયત્ન કરવાનો છે. પણ સન્મુખ ન થવાતું હોય અને અનેક પ્રકારથી અટકવાના શલ્ય પડ્યા હોય ત્યારે શાસ્ત્ર વાંચવાનો વિકલ્પ આવે છે. આવ્યા વિના રહેતો નથી, અને શાસ્ત્ર પણ સ્વસમ્મુખ થવાનું જ કહે છે. ૪૯૪.
સતીઆ સત્ નવ છોડીએ. સત્ છોડયે સત્ જાય. એમ ઉત્પાદવ્યય-ધ્રુવયુક્તમ્ સત્ છે. દરેક પર્યાયનો ઉત્પાદ પોતાથી સત્ છે. એ સત્ પર્યાયને આડી-અવળી કરીશ નહીં. બીજાથી સત્ પર્યાયનો ઉત્પાદ થાય તેમ માનીશ નહીં. નિમિત્તથી ઉત્પાદ થતો નથી. ભાઈ, સુખી થવું હોય તો સત્ જેમ છે તેમ તારી શ્રદ્ધા રાખજે. આહાહા, આવી સ્વતંત્રતાની વાત જૈનદર્શન વિના બીજે ક્યાંય નથી. ૪૯૫.
જેને આત્માનો વિશ્વાસ આવ્યો એને કોઈ વિપ્ન જ નથી એવી એ ચીજ છે. ૪૯૬.
સમ્યગ્દષ્ટિ પાંચ ઇન્દ્રિયના વિષયના અશુભ રાગમાં આવે છે પણ ત્યાંથી ખસીને ધ્યાનમાં બેસતા નિર્વિકલ્પમાં જામી જાય છે, એનું કારણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com