________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updafes
પરમાગમસાર]
[ ૧૩૭
જોર ચાલે છે, તે વધતું જ જાય છે. ૪૮૮.
*
નિરાકુળ જ્ઞાયકસ્વભાવને અનુભવવાનો, પ્રબળ પુરુષાર્થ કર. તને બીજું આવડે ન આવડે, લખતાં ન આવડે, તેનાથી શું પ્રયોજન છે? જ્ઞાયકસ્વભાવને જાણીને અનુભવવા પ્રબળ પ્રયત્ન કર. એ જ કરવા જેવું છે. જેના એક સમયના અનુભવ આગળ ચક્રવર્તીના રાજ પણ તુચ્છ છે. એ અનુભવ માટે પ્રબળ પુરુષાર્થ કર. દુનિયામાં કેમ આગળ વધવું ને બહા૨ ગણતરીમાં કેમ આવવું. અરેરે! એ બધું શું છે, ભાઈ! તારા અનંતા અનંતા ગુણોની ગણતરીનો પાર નથી. એવો જે જ્ઞાયકસ્વભાવ, પ્રભુ ! તેને અનુભવવાનો પ્રયત્ન કર. એ જ આ ભવમાં કરવા જેવું છે. ૪૮૯.
*
જ્ઞાયકસ્વભાવનો અભ્યાસ કર. શુભાશુભથી જુદા જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરીને જ્ઞાયકની પ્રતીતિ દઢ કરવી. પહેલામાં પહેલું આ કરવું. જ્ઞાયક... જ્ઞાયક... જ્ઞાયક... તેના તરફનું વલણ કરવું. ૪૯૦.
*
કરોડો શ્લોકો ધાર્યા પણ અંદરમાં ઊંડે ઊંડે પર તરફના વલણમાં કયાંક કયાંક રાજીપો લાગે છે. પ૨ તરફનું જ્ઞાન છે એ પરસત્તાવલંબી જ્ઞાન છે, તેમાં રાજી થાય છે કે, ઘણા માણસોને સમજાવું ને તેઓ રાજી થાય-એવી સુખકલ્પના રહી જાય છે. ધારણામાં યથાર્થ જાણપણું હોવા છતાં અંદરમાં અયથાર્થ પ્રયોજન છે તેથી સમ્યગ્દર્શન થતું નથી. ૪૯૧.
*
ખાસ પ્રકારની પાત્રતા એટલે શું?-કે જેને માત્ર આત્મા જ જોઇએ છે. એ સિવાય માન જોઇએ કે બહાર પડવાનો-ભાવ-એ કાંઈ નથી એ ખાસ પ્રકારની પાત્રતા છે. ૪૯૨.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com