________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪]
ગમસાર વિપરીત મિથ્યાત્વના અનંત પ્રકાર છે અને સ્કૂલપણે અસંખ્ય પ્રકાર છે. તેમાંથી જેટલા પ્રકારની વિપરીતતા છૂટે છે તેટલો મિથ્યાત્વનો ત્યાગ નથી. બધા પ્રકારની વિપરીતતા છૂટતા સમ્યગ્દર્શન થશે, પણ બાહ્ય ત્યાગની દષ્ટિવાળાને એ મિથ્યાત્વનો ત્યાગ છે તે દેખાતો નથી. રાગ ને હું આત્મા એક છું એવી માન્યતા ચોરાશીના અવતારમાં રખડવાનું કારણ મહા પાખંડરૂપ મિથ્યાત્વ છે પણ બાહ્ય ત્યાગ દષ્ટિવાળાને એ મિથ્યાત્વનું મહાન પાપ દેખાતું નથી. આહાહા ! એ મિથ્યાત્વના દુ:ખો બહુ આકરા છે ભાઈ ! ૪૮૦.
પ્રશ્ન – સમ્યગ્દષ્ટિને ખંડજ્ઞાન અને અખંડજ્ઞાન બન્ને એક સાથે હોય?
ઉત્તર:- સમ્યગ્દષ્ટિને અખંડની દષ્ટિ છે તેમ ખંડ ખંડ જ્ઞાન જ્ઞય રૂપ છે, એક જ્ઞાનપર્યાયમાં બે ભાગ છે, જેટલું સ્વલક્ષીજ્ઞાન છે તે સુખરૂપ છે. જેટલું પરલક્ષી પરસત્તાવલંબી જ્ઞાન છે તે દુઃખરૂપ છે. પર તરફનું શ્રુતનું જ્ઞાન ઇન્દ્રિયજ્ઞાન છે, પરજ્ઞય છે, પરદ્રવ્ય છે. આહાહા ! દેવ-ગુરુ તો પદ્રવ્ય છે પણ ઇન્દ્રિયજ્ઞાન પણ પરદ્રવ્ય છે. આત્માનું જ્ઞાન તે જ વાસ્તવિક જ્ઞાન છે. ૪૮૧.
પ્રશ્ન:- આત્માનો અનંત ગુણોનો અને તેની અનંતી પર્યાયના સામર્થ્યનો આટલો બધો મહિમા કરો છો તો તિર્યંચને આવી ખબર કયાં છે?
ઉત્તર:- તિર્યંચને વસ્તુનો મહિમા પ્રતીતમાં આવી જાય છે. વસ્તુનો અનંત અનંત મહિમા પ્રતીતમાં આવે છે. ૪૮૨.
ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય જ્ઞાયક ઉપર દષ્ટિ જાય ત્યારે થાય છે. રાગ જ્ઞય છે એમ કયારે ભાસ?–કે રાગથી ભિન્ન જ્ઞાતા થયો તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com